દક્ષિણ વિઘાનસભા ખાતે વિક્રમ સંવત 2080 ના નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.

BJP GUJARAT NEWS

        ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દક્ષિણ વિઘાનસભા ખાતે વિક્રમ સંવત 2080ના નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. કાર્યક્રમમાં ગાંઘીનગરના મેયરશ્રી હિતેશભાઇ મકવાણા તેમજ ગાંઘીનગર શહેર પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિ, ગાંઘીનગર શહેર પ્રમુખશ્રી રૂચિરભાઇ ભટ્ટએ પ્રાસંગીક સંબોધન કરી નવા વર્ષની શુભેચ્છાઓ કાર્યકર્તાઓને પાઠવી. કાર્યક્રમમાં સરકારની યોજનાઓની સિદ્ધીઓનો રથનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે કરવામાં આવ્યું.   કાર્યક્રમમાં ગાંઘીનગર વોર્ડ નંબર -11ના 100થી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી પક્ષમાં જોડાયા.

 

     પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું કે, કોઇ રાજકીય પાર્ટીનો કાર્યકર તેના કુટુંબને અને પરિવારને અન્યાય કરે પણ પાર્ટીને અન્યાય થાય અને તેના માધ્યમથી દેશને અન્યાય થાય તે જો કોઇ પાસેથી શિખવું હોય તો તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસેથી શિખવું જોઇએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તેને નક્કી કરેલા સંકલ્પ પુર્ણ કરવા હમેંશા પ્રયત્ન કરે છે. લોકસભામાં આપણે હેટ્રીક જીત સાથે દરેક બેઠક પાંચ લાખથી વઘુની લીડથી જીતવા પ્રયાસ કરવાનો છે.

 

      શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, સર્વાંગી વિકાસ કેવો હોય તેની વ્યાખ્યા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશમાં અનેક વિકાસના કાર્યો થકી આપી છે. કોંગ્રેસના સમયે પાણી માટે બેડા લઇ દુર દુર જવુ પડતું, રસ્તાઓ માટે આંદોલન કરવું પડતું, 24 કલાક વિજળી  માટે આંદોલન થતા  પણ મોદી સાહેબના નેતૃત્વમાં સરકારે જનતાને દરેક કામો પુર્ણ કરાવી આપ્યા છે. ભાજપનો એક એક કાર્યકર સરકારની યોજનાનો લાભ અપાવવા મદદ કરે.

 

     શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, કાર્યકરો બુથને વધુમા વધુ મજબૂત કરવા પ્રયત્ન કરે. બુથ મજબૂત હશે તો પાંચ લાખની લીડ સરળતાથી પ્રાપ્ત થશે. કાર્યકર્તાઓ તેમના ભવિષ્યને મજબૂત કરવા બુથ મજબૂત કરવું જોઇએ. નવા વર્ષમાં કાર્યકરો બુથ મજબૂત કરે તેનો સંકલ્પ કરે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ત્રીજી ટર્મમાં આપણે દેશની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનવા આપેલુ વચન પુર્ણ કરવા પાર્ટીના કાર્યકરે તાકાત લગાવવી જોઇએ.

 

     પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું કે, આપણે એક બીજા પ્રત્યે સ્નેહ રાખીશું તો સબંધ વધુ મજબૂત થશે. ભાજપ એક પરિવાર છે. પરિવારમાં સ્નેહ બન્યો રહે તેવી પ્રાર્થના કરુ છું. કેન્દ્રમાં કે રાજયમાં ભાજપની સરકાર આવ્યા પછી એક પણ એવુ કામ નથી કર્યુ જેનાથી સમાજ ને કે દેશને નુકશાન થાય. અન્ય રાજકીય પાર્ટીઓ ભાજપનો વિરોઘ કરે છે કારણ કે તે પાર્ટીના નેતાઓએ ગરિબિ જોઇ નથી અને દેશમાં ગરિબિ દુર કરવા કામ કરવા ઇચ્છા દર્શાવી નથી.આવનાર લોકસભા દરેક બેઠક પાંચ લાખથી વધુની લીડથી જીતવાનો સંકલ્પ કરીએ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો હાથ વધુ મજબૂત કરીએ

 

      કાર્યક્રમમાં સાંસદશ્રી હસમુખભાઇ પટેલે નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જનસેવા કરવા હમેંશા કામ કરે છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની દરેક યોજના આપણે વધુમાં વધુ લોકોને મળે તે માટે સતત પ્રયાસ કરતા રહીએ. 3 ડિસેમ્બરથી સમગ્ર ભારતમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રા નિકળશે ત્યારે દરેક લાભાર્થીને લાભ અપાવવા પ્રયત્ન કરવામાં આવે.

 

       ધારાસભ્યશ્રી અલ્પેશભાઇ ઠાકોરે સંબોધન કરતા જણાવ્યું કે, ગાંઘીનગર મહાનગરમાં ભાજપ જનતાની સુખાકારી વઘારી રહ્યુ છે. આવનાર લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ. ગાંઘીનગર વિધાનસભા માંથી  એક લાખ મતોની લીડ અપાવવી આપણા ઉમેદવારને જીતાડીશું તેવો સંકલ્પ કરીએ.

 

        કાર્યક્રમમાં સાંસદશ્રી હસમુખભાઇ પટેલ, ધારાસભ્યશ્રી અલ્પેશભાઇ ઠાકોર, ગાંઘીનગરના મેયરશ્રી હિતેશભાઇ મકવાણા, ગાંઘીનગરના શહેર પ્રમુખશ્રી રૂચિરભાઇ ભટ્ટ, ગાંઘીનગર જિલ્લાના મહામંત્રીશ્રી રમણભાઇ દેસાઇ, ગાંઘીનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, પ્રદેશ આઇ.ટી.સેલના કન્વીનરશ્રી નીખીલભાઇ પટેલ, ગાંઘીનગર શહેર પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિ, ઓબીસી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઇ પ્રજાપતિ, ગાંઘીનગર ,ચાંદખેડા, મોટેરા, સાબરમતી વોર્ડના કોર્પોરેટર્શ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *