દાહોદ ખાતે ગરબાડા વિઘાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહી કાર્યકરોને નવા વર્ષની શુભકામના પાઠવી

BJP GUJARAT NEWS વડોદરા

 

          ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકરોનો એક મોટો પરિવાર છે. વિક્રમ સંવત 2080ના નવા વર્ષે પેજ સમિતિના પ્રણેતા અને જેમના નેતૃત્વમાં પક્ષને ગુજરાતની દરેક ચૂંટણીમાં વિક્રમભેર જીત મળી તેવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી આજે દાહોદ ખાતે ગરબાડા વિઘાનસભાના  સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને શુભકામના પાઠવી અને નવા ઉત્સાહનો સંચાર કર્યો. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયાર તેમજ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.  

         પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ નવા વર્ષે કાર્યકરોને શુભકામના પાઠવતા જણાવ્યું કે,નવા વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીમાં તમામ 26 બેઠકો  પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાનો સંકલ્પ કરીએ. વખતે જિલ્લાની વિઘાનસભાની સાતેય બેઠકો જીતી છે તે બદલ અભિનંદન. વિઘાનસભાની ચૂંટણીમાં સંગઠન શક્તિની તાકાતથી  આપણે ઐતિહાસીક પરિણામ મેળવ્યુ છે તેને જાળવી રાખવાની જવાબદારી કાર્યકર્તાઓની છે. વિઘાનસભા ચૂંટણીમાં અન્ય રાજકીય પાર્ટીએ લોલીપોપ અને ગેરંટી કાર્ડ સહિત આદિવાસી મતદારોને લલચાવાનો પ્રયત્ન કર્યો પણ આદિવાસી મતદારોએ તેમના પર ભરોસો કર્યો અને ફકત મોદી સાહેબ પર ભરોસો કર્યો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આદિવાસી ભાઇબહેનોના ઉજવળ ભવિષ્ય માટે અનેક કામો કર્યા છે.

 

        શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આપેલા દરેક વચનો પુર્ણ કર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે અનેક કામો કર્યા છે જેના કારણે આજે આર્થિક રીતે મહિલાઓ ઘણી મજબૂત બની છે. આજે આદિવાસી સમાજની દિકરીઓ ભણીગણી તેમનુ નહી પણ પરિવારનું પણ ભવિષ્ય ઉજળુ કરી રહી છે જેના પાછળ પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું વિઝન છે. દિકરીઓની સંખ્યા વધે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુકન્યા સમૃદ્ધી યોજના સહિત ઘણી યોજના જાહેર કરી છે. કોંગ્રેસના સમયમાં ગેસની બોટલની કલ્પના પણ આદિવાસી સમાજ નોહતા કરી શકતા. કોંગ્રેસના સમયે જનતાને જે સુવિઘા નહોતી મળી તે આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મળી રહી છે જેના કારણે આજે જનતાને ભાજપ પર ભરોસો છે.

 

       આ કાર્યક્રમમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર,રાજયના મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, જિલ્લાના પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયાર, પ્રદેશના મંત્રીશ્રી કૈલાશબેન પરમાર,જિલ્લાના પ્રભારીશ્રી સતિષભાઇ પટેલ,જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ધારસભ્યશ્રીઓ શ્રી મહેશભાઇ ભુરિયા, શ્રી રમેશભાઇ કતારા, શ્રી શેલૈષભાઇ ભાભોર, શ્રી કનૈયાલાલ કિશોરી, પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રીશ્રી અભિષેકભાઇ મેડા,પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રીશ્રી જયદિપ રાઠોડ,જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રી સ્નેહલભાઇ ધરિયા,શ્રીનરેન્દ્રભાઇ સોની  સહિત જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *