દાહોદ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ વિજય સંકલ્પ સભા સંબોધી ભાજપના ઉમેદવારને જીતાડવા વિનંતી કરી.

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, દાહોદ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ વિજય સંકલ્પ સભા સંબોધી ભાજપના ઉમેદવારને જીતાડવા વિનંતી કરી.

રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આ ચૂંટણી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવાની છે. આપણું સૌભાગ્ય છે કે પાછલા દસ વર્ષમા ભારતની રાજનીતી બદલવાનુ કામ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યુ છે. આજે દસ વર્ષમા ભારત વિકસીત ભારતના સંકલ્પ તરફ વઘી રહ્યુ છે. પહેલા જાતિ,ધર્મ,ત્રુષ્ટીકરણ પર રાજનીતી થતી પરંતુ આજે વિકાસના કાર્યો પર રાજનીતી થઇ રહી છે. મોદી સાહેબના નેતૃત્વમા ભારત માંગવા વાળુ નહી આત્મનિર્ભર બની ગયુ છે.

શ્રી નડ્ડાજીએ વધુમા જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિના પદ માટે આદિવાસી મહિલાને જવાબદારી આપી છે. આદિવાસી સમાજના બાળકો ભણતર મેળવી શકે તે માટે એકલવ્ય શાળા શરૂ કરાવી. મોદી સાહેબે દસ વર્ષમા ભારતની અર્થવ્યવસ્થાને 11મા સ્થાને લઇ પાંચમા સ્થાને પહોંચાડી છે. આજે ગુજરાત વિકાસના કાર્યોમા પ્રથમ છે. દસ વર્ષ પહેલા મોબાઇલમા મેડ ઇન ચાઇના, કોરિયા, જાપાન લખેલુ હત પરંતુ આજે ભારતમા ફોનમા મેડ ઇન ભારત લખેલુ જોવા મળે છે. આજે ભારતમાથી 25 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનુ કામ મોદી સાહેબે કર્યુ છે. આયુષ્યમાન કાર્ડ યોજના થકી ગરીબ પરિવારના દર્દીઓને મફત સારવાર મળે છે અને આ વખતે 70 વર્ષથી મોટી ઉમંરના વડિલોને પણ આ યોજનાનો લાભ મળે તેની જાહેરાત કરી છે. મોદી સાહેબનો સંકલ્પ છે કે પાંચ વર્ષમા 3 કરોડ દીદીઓને લખપતી દીદી બનાવવાનો છે. ગુજરાતમા બે સેમિકન્ડકટર યુનિટ બની રહ્યા છે. હવે દાહોદ પણ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય તે દિશામા કામ થવાનુ છે.જે ભાજપના વિરોધમા છે તેમને જનતાથી કોઇ લેવાદેવા નથી તેવો તેમના પરિવારની સેવા કરવા આવ્યા છે. ઇન્ડિ એરલાઇન્સ કહે છે કે ભ્રષ્ટાચારને બચાવો તો મોદી સાહેબ ભ્રષ્ટ્રાચાર દુર કરવા કામ કરી રહ્યા છે.કોંગ્રેસ પાર્ટી રામ,સનાતન અને રાષ્ટ્ર વિરોધી છે.

શ્રી નડ્ડાજીએ વધુમા જણાવ્યું કે, કોંગ્રેસે અયોધ્યામા રામ મંદિરનુ કાર્ય અટકાવ્યુ પણ મોદી સાહેબે અયોધ્યામા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કામ પુર્ણ કર્યુ. કોંગ્રેસનુ ષડયંત્ર છે કે તેઓ ઓબીસી, દલિત, આદિવાસીનુ આરક્ષણ લૂંટી મુસલમાનોને આરક્ષણ આપવા માંગે છે. સાતમી તારીખે ભાજપના ઉમેદવાર તરફ મતદાન કરી કમળ ખીલવશો તેવો વિશ્વાસ છે.

આ કાર્યક્રમમા રાજયનામંત્રીશ્રીઓ, ઉમેદવારશ્રીઓ,સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ અને જીલ્લાના હોદ્દેદારશ્રીઓ સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *