ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના લોકલાડીલા ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ આજરોજ બે દિવસ ગુજરાત પ્રવાસે પઘાર્યા છે ત્યારે ભાવનગર ખાતે ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના વરદ હસ્તે તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કાર્યાલય “ભાવ કમલમ”નું લોકાર્પણ તેમજ જિલ્લા અને મહાનગર દ્વારા આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન તેમજ કેન્દ્રિયમંત્રીશ્રી નિમુબેન બાંભણીયાએ પ્રેરક સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોએ તેમજ જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીને બુક તેમજ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબને બુક આપી સ્વાગત કર્યુ હતું.
દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા પહેલા કાર્યક્રમમાં મોડુ પહોંચવા બદલ ક્ષમા માંગતા જણાવ્યું હતું કે, બિહારમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રેકોર્ડ બ્રેક સરકાર બનાવી છે, આજે આ સ્થળેથી મહારાજ કૃષ્ણકુમારજીને વંદન કરુ છું. ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારજીનો નો એક પત્ર કાશ્મિરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામખ્યા સુઘી વિશાળ ભારતના રાજારજવાડા માટે પ્રેરણારૂપ બન્યો અને અખંડ ભારતની રચના કરી જેની શરૂઆત મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરી અને સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યુ. આજે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ ઉજવાઇ રહી છે ત્યારે સરદાર સાહેબને નતમસ્તક વદંન કરુ છું. ભાવનગરનો આજે અદૂભૂત વિકાસ જોયો છે અને શ્રી મનસુખભાઇ માંડવીયાજીને કહ્યુ કે કોર્પોરેશને ભાગવનગરમાં ખૂબ સારો વિકાસ કરવાનું કામ કર્યુ છે. ભાવનગરમાં આજે સુંદર રીતે વૃક્ષારોપણ અને સ્વચ્છતાનું કામ થઇ રહ્યુ છે ત્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને હ્રદય પુર્વક અભિનંદન. આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને વાસ્તુપુજન નો કાર્યક્રમ એ ભાજપના કાર્યકર્તાઓ માટે પોતાના નવા ઘરનુ વાસ્તુ હોય તેવો પ્રસંગ છે. બાકી પાર્ટીઓની મને ખબર નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનુ બીજુ ઘર ભાજપ કાર્યાલય છે તેની મને ખબર છે. આધુનિક સુવિઘા યુક્ત કાર્યાલય,પાર્કિગ,સાહિત્ય કક્ષ,નમો સેવા કક્ષ,ભોજન કક્ષ,પ્રમુખની અધ્યતન ઓફિસ,મહાસચિવોની ઓફિસ,વેઇટિંગ અને વિડિયો કોન્ફરન્સ રૂમ સહિતનું આધુનિક કાર્યાલય બનાવવા માટે ભાવનગરના સૌ કાર્યકર્તાઓને અભિનંદન અને શુભકામના પાઠવું છું.
શ્રી અમિતભાઇ શાહ સાહેબે વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી વિચારઘારાના આઘાર પર અને સંગઠનની તાકાત પર રાજનીતીમાં કામ કરવાનો નવો ચિલ્લો દિન દયાળજીના નેતૃત્વમાં જન સંઘે પાડયો અને તે દિવસથી અન્ય બઘી જ પાર્ટીઓ નેતા આઘારીત બની પરંતુ ભાજપની પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી બની તે સંસ્કાર આજ સુઘી જાળવી રાખ્યા છે. 2015માં સમગ્ર દેશની અંદર 787 માંથી 697 જિલ્લાના કાર્યાલયનું કામ પુર્ણ થયુ છે અને ગુજરાતમાં પણ 42 જિલ્લા કાર્યાલય બનાવવાના છે તેમાંથી 25 પહેલાથી બનેલા હતા,8 બની ગયા છે અને 5નું કામ હજુ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીની નીતી ઘડવા,ચૂંટણીની રણનીતી ઘડવાની જગ્યા એટલે આપણુ કાર્યાલય. આજે પંચાયતથી પાર્લામેન્ટ સુઘી અનેક જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓએ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી અને સેવાયજ્ઞ ચાલુ કર્યો. આજે મહાનગરમાં સૌથી વધુ મેયર કોઇ પાર્ટીના હોય તો તે ભારતીય જનતા પાર્ટીના છે તેના મુળમાં આપણુ કાર્યાલય છે. આજે બિહારમાં 192 બેઠકો સાથે એનડીએ સતત પાંચમી વખત સરકાર બનાવી છે અને આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ઉપસ્થિતિમાં બિહાર સરકારનો શપથ કાર્યક્રમ યોજાયો. બિહારની ચૂંટણી મુદ્દાઓ પર લડાઇ હતી,એક બાજુ જંગલ રાજ ફેલાવવા વાળા ઘમંડી ગઠબંધન અને બીજી બાજુ બિહારને સલામત બનાવવા વાળુ એનડીએ. એક બાજુ ઘુસપેઠીઓને બચાવવા માટે ઘુસપેઠીયા યાત્રા કાઢવા વાળી કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ દેશભરમાંથી એક એક ઘુસપેઠીયાઓને બહાર કરવાના સંકલ્પ કરવાવાળી ભારતીય જનતા પાર્ટી. બિહારની જનતાએ ઐતિહાસિક જનાદેશ આપ્યો અને 2024 પછી અનેક રેકોર્ડ તોડયા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને બિહારની જનતાએ 2010 પછી સતત ફરી એક વખત એનડીએ સરકાર બનાવી,ઓડીસામાં પહેલી વખત આપણી સરકાર બની,હરિયાણા-મહારાષ્ટ્રમાં આપણે હેટ્રીક લગાવી, અરુણાચલપ્રદેશમાં ત્રીજી વખત સરકાર બનાવી,આંધ્રપ્રદેશમાં પહેલી વખત સરકાર બની,સિક્કીમમાં પણ એનડીએની સરકાર બની અને દિલ્હીમાં 27 વર્ષ પછી ઝાડુથી આમ આદમી પાર્ટીની સફાઇ કરવાનું કામ કર્યુ. સતત વિજયની પરંપરા એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરેલા ગરિબ કલ્યાણ અને દેશને સુરક્ષીત રાખવાના અભિયાનને દેશની જનતાના આશિર્વાદ છે.60 કરોડ ગરિબોને ઘર, શૌચાલય, વિજળી,પાંચ લાખ સુઘીની સારવાર મફત આ બધી વ્યવસ્થા એક દસ વર્ષમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પુર્ણ કરી દેશમાંથી 27 કરોડ ગરિબોને ગરિબિ રેખાથી બહાર લાવ્યા તેના કારણે ભાજપે વિજયની પરંપરા બનાવી છે.
શ્રી અમિતભાઇ શાહ સાહેબે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકારે વિદેશમાં બનેલી પોલીસીને કટ પેસ્ટ કરી અંહી લાગુ કરવાનું કામ કર્યુ.વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ચિંતન કરાવી અને કરી આપણી સમસ્યાઓને સમજી તેના નિરાકરણ માટે સરકારે નિતિઓ બનાવી તેના પરિણામે 11માં નંબરેથી ભારતના અર્થતંત્રને દસ વર્ષમાં વિશ્વનું ચોથા નંબરનું અર્થતંત્ર બનાવ્યું છે. 2027 પહેલા ભારત વિશ્વના ત્રીજા નંબરનું અર્થતંત્ર વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં બનશે તેનો વિશ્વાસ છે. દેશની જનતાને 2047મા વિકસીત ભારત બનાવવાનો સંકલ્પ આપણને સૌને આપ્યો છે અને વિશ્વમાં ભારત આજે આગળ વધી રહ્યુ છે. ભારતની સુરક્ષા,સાંસ્કૃતિક વારસાને સાચાવવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં થઇ રહ્યુ છે. વંદે માતરમ રાષ્ટ્રીગીતના 150માં વર્ષ નીમિત્તે આપણે સૌએ રાષ્ટ્રગીતને યુવાનો અને આવનાર ત્રણ પેઢી સુધી વંદે માતરનો ઇતિહાસ અને મહિમા,ભાવ પહોંચાડવાનું કાર્ય કર્યુ છે. ભાજપે દરેક પરાજયમાં સંઘર્ષનો સંકલ્પ લીઘો, દરેક સંઘર્ષથી સંગઠન મજબૂત કરવાનો સંકલ્પ લીધો અને બનેલા સંગઠનને સિંદ્ધાતના આઘારે ચાલવાની શિખ આપી. ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પક્ષથી વધારે રાષ્ટ્રવાદ પર આઘારિત એક વૈચારિક આંદોલન છે અને તેના જ કારણે દેશની જનતાની સ્વીકૃતિ વારંવાર મળે છે. હમણા હમણાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ફરવા નિકળયા છે તેમને કહેજો લોકોનો સંપર્ક કર છો તો તમારી ભુલની સમજણ પડશે નહીતર સ્થાનિક સ્વરજની ચૂંટણીમાં બિહારની જેમ સુપડા સાફ થઇ જશે. ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનુ નેતૃત્વ, ભુપેન્દ્રભાઇ અને જગદીશભાઇનું નેતૃત્વ તેમજ હર્ષભાઇના સહયોગથી ગુજરાતનું ભવિષ્ય ઉજવળ બનશે તેવો વિશ્વાસ ગુજરાતની જનતા છે અને ગુજરાતે 1990થી ગુજરાત પ્રદેશ ભાજપે પરાજય નથી જોયો.ભાવનગરના કાર્યાલયનું ઉદ્ધાટન થયુ છે તે કાર્યાલય અનેક વર્ષો સુધી ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પથનુ પ્રદર્શક બને તેની ઇશ્વરને પ્રાર્થના.
પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે કાર્યક્રમ પહેલા શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરવાની તક મળી છે. આપણે નસીબદાર છીએ કે આજે એક એવુ નેતૃત્વ આપણી સમક્ષ છે કે જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની હતી અને આજે આપણને ગર્વ થાય છે કે આપણે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના કાર્યકર્તા છીએ.દેશના ગૃહમંત્રી તેમજ તે સમયના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ સાહેબે સંકલ્પ કર્યો હતો કે દેશના તમામ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે સંગઠનની રચના માટે કાર્યાલયનુ નિર્માણ થાય અને આજે ગુજરાત સહિત દેશભરના તમામ જિલ્લામાં કાર્યાલય નિર્માણ થયા છે. ભાજપની સ્થાપના થઇ ત્યારથી આજે પાર્ટી એક વટવૃક્ષ બની છે. ભાજપના કાર્યકર્તા માટે કાર્યાલય એ એક મંદિર છે,અંહીથી જ પ્રજાના સેવાકીય કાર્ય કરવા માટે કાર્યકર્તાઓનુ ઘડતર અને ચિંતન થતુ હોય છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વની કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર જે પણ યોજના જાહેર કરે છે તેને છેવાડાના માનવી સુઘી પહોંચાડવાનુ કાર્ય ભાજપના કાર્યકર્તાઓ હરહમેશ પ્રયાસ કરે છે. ભારતીય જનતા પાર્ટીનું લક્ષ ફકત સત્તા માટે જ નહી પરંતુ સંગઠન થકી છેવાડાના માનવીની ચિંતા કરવાનું છે.
જિલ્લાના નવ નિર્મિત ભાજપ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રિયમંત્રીશ્રી નીમુબેન બાંભણીયા, રાજયના મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી સહિત ઘારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રભાઇ સરવૈયા,પ્રદેશના મંત્રીશ્રી રઘુભાઇ, પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રી ઘવલભાઇ દવે,શ્રી સંદિપભાઇ દેસાઇ સહિત પ્રદેશ-જિલ્લાના હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સાઘુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.
