દેશના નવ મતદારોને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વરચ્યૂઅલી સંબોધી મત આપવાના અધિકાર અંગે માર્ગદર્શન આપ્યું.

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યૂઅલ માધ્યમથી નવ મતદાતા સંમેલનમાં દેશના યુવા મતદારોને સંબોધન કર્યુ હતું. વરચ્યૂલ માધ્યમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો કાર્યક્રમ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં પણ યોજાયો હતો જેમા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ વડોદરા ખાતે આવેલ પારુલ યુનિવર્સિટીમાં 11 હજારથી વધુ નવ મતદારોને સંબોધન કર્યું હતું.

શ્રી સી.આર.પાટીલજીએ યુવા મતદારને મતદાનના મહત્વ અંગે જણાવ્યું કે, યુવા મતદારોને મતદાન કરવાનો અધિકાર મળ્યો તે બદલ યુવા મતદારોને ખૂબ ખૂબ અભિનંદન, મતદાનનો અધિકાર એ દેશના ઘડતર માટે છે, મતદાનનો અધીકાર દેશના વિકાસ,અને ભવિષ્ય, સુરક્ષા નક્કી કરવા માટે છે. અલગ- અલગ કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ હાલની આપણા દેશની સ્થિતિથી વાકેફ હોવા જરૂરી છે. નવા મતદારોનો મત અધિકારનો ઉપયોગ કરી દેશનું ઘડતર નક્કી કરવામાં મહત્વનું યોગદાન રહેશે. કોઇ પણ સરકારે દેશના યુવાનો પર ભરોસો મુક્યો નથી પણ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણા યુવાનોના પડખે રહી વિશ્વાસ આપે છે કે હું તમારી સાથે છું. યુવાનોને સ્વાવલંબી અને રોજગારનું સર્જન કરે તેવી ક્ષમતા ઘરાવે તેવા પ્રયાસ કરે છે. આજે યુવાનોને દેશના વડાપ્રધાન લોન આપવા માટે તેમના ગેરેટંર બન્યા છે આવો વિશ્વાસ દેશના કોઇ પણ વડાપ્રધાને યુવાનો પર મુકયો નથી.

શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશની દિકરીઓને આર્થિક રિતે સશક્ત કરવાનું કામ કર્યુ છે. આજના યુવાનો જ્યારે ડિગ્રી લઇ બહાર નિકળશે ત્યારે તેમને નિરાશ નહિ થવું પડે. આજે દેશ વડાપ્રધાનશ્રી નરેન્દ્રાભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે સમૃદ્ધ થઇ રહ્યો છે. આજે દેશની અર્થવ્યવસ્થા 5માં નંબરની બની છે 2014 પહેલા દેશની અર્થવ્યવસ્થા 11માં નંબરની હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ 2024માં ફરી વડાપ્રધાન બનશે ત્યારે દેશ ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે તે નિશ્ચિત છે. આવતીકાલનું ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે અને સૌને સાથે મળી કેવી રીતે કામ કરી શકાય તે બતાવશે. રામ મંદિર નિર્માણ માટે અનેક આંદોલન થયા , મંદિર નિર્માણ કરવા કેટલાય ભક્તોએ શહિદી વ્હોરી છે અને આજે વર્ષો પછી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કોઇ પણ કાંકરિચાળો થયા વગર સૌને સાથે રાખી મંદિરનું કાર્ય પુર્ણ કરાવ્યું છે.

આ કાર્યક્રમમાં સાંસદશ્રીમતી રંજનબેન ભટ્ટ, પુર્વ મેયરશ્રી ભરતભાઇ ડાંગર,જીલ્લાના પ્રમુખશ્રી સતિષભાઇ પટેલ, પારુલ યુનિવર્સિટીના ચેરમેન, સંસ્થા સાથે જોડાયેલા પ્રોફેસરશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *