દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો ગુજરાત પ્રવાસના બીજા દિવસે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજંયતિ નિમિત્તે કેવડિયા એકતાનગર ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની આજે જન્મજંયતિ છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો ગુજરાત પ્રવાસના બીજા દિવસે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજંયતિ નિમિત્તે કેવડિયા એકતાનગર ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાયેલ એકતા પરેડમાં 17 રાજયોના 250 થી વધુ NCC કેડેટ્સ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા તેમજ પરેડમાં અર્ધ લશ્કરી દળના જવાનોની ટુકટી સાથે 5 રાજોયની પોલીસ પણ જોડાઇ હતી.


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબેઆ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે, આ કાર્યક્રમમાં મારી સામે આજે લઘુભારત નું સ્વરૂપ દેખાઇ રહ્યુ છે. રાજય,ભાષા અને પંરપરા અલગ છે પરંતુ અંહી ઉપસ્થિત દરેક વ્યકિત એકતાની મબજૂતાઇથી જોડાયેલ છે. જેમ 15 અગષ્ટે આપણી સ્વતંત્રા અને 26 જાન્યુઆરીએ આપણી ગણતંત્રનો જયઘોષ છે તે રીતે 31 ઓક્ટોબરનો આ દિવસ દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રીયતાના સંચારનો પર્વ બની ગયો છે. 15 અગષ્ટે દિલ્લીના લાલ કિલ્લા પર થનાર આયોજન 26 જાન્યુઆરીના રોજ દિલ્લીના કર્તવ્ય પથ પર પરેડ અને 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મા નર્મદાના તટ પર રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ રાષ્ટ્રીય ઉત્થાનની ત્રીશક્તિ બની ગયો છે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, આજે આ કાર્યક્રમમાં પરેડ સહિતના કાર્યક્મો થયા છે તેનાથી બધા અભિભુત થયા છે. એકતાનગરમાં આવનાર લોકોને ફકત પ્રતિમાન જ નહી તેમને સરદાર સાહેબનું જીવન અને એક ભારત શ્રેષ્ઠ ભારત માટે કરેલ યોગદાનની ઝલક જોવા મળે છે. સરદાર સાહેબની પ્રતિમાના નિર્માળગાથામાં એક ભારત શ્રેષ્ઠભારતની ભાવના દેખાય છે. પ્રતિમાના નિર્માણ માટે દેશના ખૂણે ખૂણેથી ખેડૂતોએ ખેતીના ઓજાર આપ્યા છે. લોહપુરુષની પ્રતિમા માટે લોખંડ આપ્યુ છે અને દેશના ખૂણે ખૂણેથી માટી લાવી વોલ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. લાખો લોકો આજે દેશભરમાં રન ફોર યુનિટીમાં ભાગ લઇ રહ્યા છે લાખો લોક સાંસ્કૃતિક કાર્યક્મમાં ભાગ લઇ રહ્યા છે. દેશમાં એકતાનો પ્રવાહ જોઇએ છે અને 140 કરોડ ભારતીયોમાં એકતાનો ભાવ જોઇ લાગે છે કે સરદાર સાહેબના આર્દશ જ એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ આપણા રગે રગમા દોડી રહ્યો છે. આ શુભ અવસર પર સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોમાં વંદન કરુ છું અને દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શુભકામના. આનવનાર 25 વર્ષ ભારત માટે સૌથી અગત્યના વર્ષો છે આ 25 વર્ષોમાં આપણા ભારતને સમૃદ્ધ અને વિકસીત બનાવવાનું છે. સમૃદ્ધ ભારત માટે આગલા 25 વર્ષનો અમૃત કાળ એક નવી અવસર લાવ્યો છે સરદાર સાહેબની પ્રેરણાથી દરેક લક્ષને પ્રાપ્ત કરવાનો છે. આજે સમ્રગ દેશ ભારત પર નજર રાખી રહ્યા છે જી-20માં દુનિયાના દેશોએ ભારતી તાકાત જોઇ અચંબિત થયા છે. આપણે વિશ્વના મોટા લોકતંત્રની શાખને નવી ઉંચાઇ પર લઇજઇશું આપણાને ગર્વ છે કે અનેક વૈશ્વીક સંકટ વચ્ચે આપણી સીમા સુરક્ષીત છે, કેટલાક વર્ષમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા જઇ રહ્યા છે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, આજે ભારત તેજસ ફાઇટર પ્લેન સહિત એનએસ વિક્રાંત જાતે બનાવી રહ્યા છે. આજે દુનિયાની મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભારતની શાન વધી રહી છે. અમૃત કાળમાં ભારતે ગુલામીની માનસીકતાને ત્યાગ કરી આગળ વધવાનો સંકલ્પ કર્યો છે. આપણે વિકાસની સાથે આપણી વિરાસતનું સરંક્ષણ પર કરી રહ્યા છીએ. દેશમાં કાશ્મિર અને દેશની વચ્ચે આર્ટિકલ 370 ની દિવલને ધ્વસ્ત કરી દીધી છે. આજે કાશ્મિરના ભાઇ-બહેનો આંતકના સાયામાંથી બહાર નીકળી દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. સંકલ્પ થી સિદ્ધીનું મોટુ ઉદાહરણ આપણુ એકતાનગર પણ છે. આજે એકતા નગરની ઓળખ ગ્લોબલ ગ્રીન સીટીના નામે થઇ રહી છે. કોરોના જેવી કપરી સ્થિતિએ ઘણા દેશોની આર્થિક સ્થીતિ ડામાડોળ કરી છે પરંતુ ભારત આર્થિક સ્થિતિમાં સતત સુઘારો કરી રહ્યુ છે. ભારતમાં ગરીબી સંખ્યા ઘટી રહી છે પાંચ વર્ષમાં 13.5 કરોડ લોક ગરાબીથી બહાર આવ્યા છે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, પાછલા 9 વર્ષમાં દેશની આંતરિક સુરક્ષાને ઘણા મોરચે ચેલેન્જ મળતી રહી છે પરંતુ આપણા સુરક્ષાકર્મીઓની મહેનતના કારણે દેશના દુશ્મનો તેમના પ્લાન માંપહેલાની જેમ સફળ નથી થતા. દેશમાં પહેલા જાહેર જગ્યા અને પબ્લીક પેલેસને આંતકીઓ નિશાન બનાવી દેશના વિકાસને રોકતા હતા દેશના લોકોએ આંતકીઓએ કરેલા હુમલાની તબાહી જોઇ છે જે પછી તપાસના નામ પર તે સમયની સરકાર સુસ્તી પણ જોઇ છે. દેશ એ સમય પર પાછો નથી લઇ જવાનો જે લોકો દેશની એકતા પર હુમલો કરે છે તેને ઓળખે-સમજે અને સતર્ક રહે. દેશની એકાતના રાસ્તામાં આપણા વિકાસ યાત્રામાં સૌથી મોટો અવરોધ છે તૃષ્ટીકરણની રાજનીતી. તૃષ્ટીકરણ કરાનાર લોકો આંતકવાદની ગંભીરતા ક્યારેય સમજતા નથી તૃષ્ટીકરણ કરનાર લોકોને માનવતાના દુશ્મનો સાથે ઉભારહેતા સંકોચ પણ થતો નથી. દેશ વિરોધી તત્વો પર કડાકાઇથી પગલા લેતા નથી. આંતકીઓને બચાવવા અદાલત સુધી પણ જાય છે આવી વિચારશ્રેણીથી દેશનું ભલુ નહી થાય. એકતાને જોખમમાં મુકનાર લોકો થી દેશવાસીઓ સાવઘાન રહે. આવનાર સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે દેશમાં એક પોલીટીકલ પાર્ટીઓ એવી છે કે જેમને પોઝીટીવ રાજનીતી કરવી નથી તેમને તેમના સ્વાર્થ માટે દેશની એકતા અંખડીત કરવામાં પાછી પાની કરતા નથી. દેશની જનતા દેશની એકતાને અખંડિત કરનાર લોકોને ઓળખે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *