ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, જેમના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં વિકાસના કાર્યોના નવા નવા આયામો સર કરી ભારતને વિશ્વ સમક્ષ નવી ઓળખ આપનાર તેમજ ન માત્ર ભારતના પણ વિશ્વના લોકપ્રિય નેતા છે કે જેમના માટે દેશના ગરિબો VIP સમાન છે તેવા ગુજરાતના પોનાતાપુત્ર અને દેશના પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આજે રૂ.3400 કરોડના ખર્ચે 35.54 એકરની વિશાળ જગ્યામાં નવનિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સ તેમજ આધુનિક સુવિધાથી સજ્જ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરી સુરતની ચમક વિશ્વભરમાં ચમકાવી દીધી છે. લોકાર્પણ પહેલા એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુઘીના માર્ગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. રૂટ દરમિયાન દેશના પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને રૂડો આવકાર આપવા માટે ઢોલ-નગારા,નૃત્ય સહિતના આશરે વિવિધ 6 સ્વાગત પોઇન્ટ બનાવ્યા હતા જેમા મહિલાઓ,બાળકો સહિત વિવિઘ સમાજના આગેવાનોએ વડાપ્રઘાનશ્રીને આવકાર્યા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણી હિરા ઉદ્યોગપતિ અને સુરડ ડાયમંડ બુર્સના ચેરમેન શ્રી વલ્લભભાઇ લાખાણીએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું. સુરત ડાયમંડ બુર્સ બનાવવાનો ઉદેશ ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત અને નિકાસના વેપારને પ્રોત્સાહન આપવાનો છે આ અંગે અગ્રણી હીરા ઉદ્યોગપતી અને બુર્સના ડિરેક્ટરશ્રી લાલજીભાઇ પટેલે માહિતીગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધનની શરૂઆતમાં હળવી શૈલીમાં જણાવ્યું કે, સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી તેનું નામ સુરત, સુરત કામમાં લોચો મારે નહી અને ખાવામાં લોચો છોડે નહી.આજે સુરત શહેરની ભવ્યતામાં એક વધુ ડાયમંડ જોડાયો છે. ડાયમંડ પણ નાનો મોટો નથી પણ એ તો દુનિયાનો સર્વશ્રેષ્ઠ છે. હવે દુનિયામાં કોઇ પણ ડાયમંડ બુર્સનું નામ લેશે તેમાં સુરતના નામ સાથે ભારતનું નામ પણ આવશે. ડાયમંડ બુર્સની ઇમારત નવા ભારતના નવા સામર્થ્ય અને નવા સંકલ્પનું પ્રતિક છે. સુરત ડાયમંડ બુર્સ માટે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ગુજરાત અને દેશને અભિનંદન.
શ્રી મોદીજીએ વધુમાં જણાવ્યું કે, હવે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે સુરતીઓની વર્ષો જુની માંગણી આજે પુરી થઇ છે. સુરત નું પહેલાનું એરપોર્ટ જોઇને લાગતુ કે બસ સ્ટેશન સારુ કે એરપોર્ટ અને આજે કયાંથી કયા પહોંચી ગયા તે સુરતનું સામર્થ્ય બતાવે છે. ગુજરાતમાં હવે 3 ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા છે. ડાયમંડ સાથે ટેક્સાઇલ,ટુરિઝમ, એજ્યુકેશન અને સ્કીલ સહિત દરેક ક્ષેત્રને લાભ મળશે. સુરતે શિખવાડ્યુ છે કે જયારે દરેકનો સાથે મળી પ્રયાસ થાય ત્યારે મોટામાં મોટી સમસ્યાને દુર કરી શકીએ છીએ. એક સમયમાં દુનિયાના સૌથી મોટા સમુદ્રી જહાજ સુરતમાં જ બનતા હતા. સુરતના ઇતિહાસમાં ઘણી વાર મોટી મોટી સમસ્યા આવી છે જ્યારે એક સાથે મળી સમસ્યાથી બહાર નિકળ્યા છીએ. આજે સુરત શહેર દુનિયાનું સૌથી ઝડપથી આગળ વધતા ટોપ -10 શહેરોમાં સામેલ છે. ક્યારેક સુરતની ઓળખ સન સીટીની હતી પરંતુ અંહીના લોકોએ મહેનત કરી ડાયમંડ સિટી, સિલ્ક સિટી બનાવ્યું પછી બ્રીજ સીટી અને આજે લાખો યુવાનો માટે સુરત ડ્રિમ સીટી છે. આજે સુરત આઇટીનાક્ષેત્રે આગળ વઘી રહ્યુ છે. સુરતને ડાયમંડ બુર્સની મોટી બિલ્ડીંગ મળવુ તે એક ઐતિહાસીક ક્ષણ છે.
શ્રી મોદીજીએ વધુમાં જણાવ્યું કે, સુરતના લોકો મોદીની ગેરેંટીને પહેલાથી ઓળખે છે. સુરતના પરિશ્રમ કરનાર લોકોએ મોદીની ગેરેંટીને સાચી થતા જોઇ છે તે જ ગેરંટીનું ઉત્તમ ઉદાહરણ ડાયમંડ બુર્સ પણ છે. સુરત ડાયમંડ બુર્સમાં દરેક પ્રકારનો વેપાર એક જ છત નીચે સંભવ થયો છે. સુરત ડાયમંડ બુર્સ વન સ્ટોપ સેન્ટર છે અંહી ઇન્ટરનેશનલ બેંન્કિંગ , જ્વેલરી મોલ, છે અને દોઢ લાખ લોકોને રોજગારી મળવાની સંભાવના છે. સુરતે ગુજરાત અને દેશને ઘણુ આપ્યું છે અને સુરતમાં આનાથી પણ વધુ સામર્થ્ય છે. ભારત આજે દુનિયાની 5મી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યુ છે. મોદીની ગેરેંટી છે કે ત્રીજી ટર્મમાં ભારત દુનિયાની ત્રીજી આર્થિક વ્યવસ્થા પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ છે. દેશના એક્સપોર્ટને પણ રેકોર્ડ ઉંચાઇ પર લઇ જવા કામ કરી રહ્યા છીએ. આજે વિશ્વનો માહોલ ભારતની તરફેણમાં છે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઇ રહી છે મેક ઇન ઇન્ડિયા એક મોટી બ્રાન્ડ બની છે.
શ્રી મોદીજીએ વધુમાં જણાવ્યું કે, સુરતને વેપાર- ધંધાને નવી તકો માટે આધુનિક કનેક્ટીવીટી મળી રહી છે દેશભરમાં આધુનિક કનેકટીવીટી મળતુ શહેર જો હોય તો સુરત એક માત્ર શહેર છે અને સુરત આગળ વઘશે તો ગુજરાત આગળ વધશે અને ગુજરાત આગળ વધશે તો દેશ આગળ વધશે. મોદી સાહેબે મુખ્યમંત્રીને જણાવ્યું કે, નર્મદ યુનિવર્સિટી જુદી જુદી ભાષામાં એન્ટરપ્રિન્યોર તૈયાર કરવા કોર્ષની શરૂઆત કરે જેથી એન્ટરપ્રિન્યોર નું કામ આપણા યુવાનોને મળે.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વિકાસની રાજનીતી શું કહેવાય અને વિકાસ કેવો હોવો જોઇએ તે દેશને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અનુભુતિ કરાવી છે. અત્યાર સુધી મોદી હૈ તો મુમકીન હૈ તેમ કહેવાતુ હતુ અને હવે વિકાસની ગેરંટી એટલે મોદી તેવો વિશ્વાસ દેશવાસીઓને મક્કમ થયો છે. કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકાર આવ્યા પછી ડબલ એન્જિનની સરકારની બેવડી નીતીથી ગુજરાત વિકાસનુ રોલ મોડલ બન્યું છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને દેશના અનેક રાજ્યોથી રોજીરોટી માટે આવતા લોકોએ ચરિતાર્થ કર્યુ છે અને આજે સુરત મીની ભારત તરીકે પ્રસ્થાપિત થયું છે. વિશ્વની સૌથી મોટી ઓફિસ તરીકે નિર્માણ થયેલ ડાયમંડ બુર્સ આધુનિક ભારતના નિર્માણની વડાપ્રધાનશ્રી ની પહેલ છે. ડાયમંડ બુર્સથી દોઢ લાખથી વધુની રોજગારીની અવસર પ્રાપ્ત થશે તેમજ આ ઓફિસ કાર્યરત થવાથી સુરત વિશ્વનુ સૌથી સુરક્ષીત અને સુગમ ડાયમંડ ટ્રેડિંગ હબ બનશે. 2024માં દેશની જનતાનો ભરોસો પ્રસ્થાપિત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે. દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે અવિરત વિકાસ થતો રહ્યો છે. દેશમાં 2014માં ફકત 74 એરપોર્ટ હતા તે 9 વર્ષમાં 149 એરપોર્ટ બન્યા છે. આવનાર દિવસમા ગુજરાત વિકાસની નવી ઉંચાઇ પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ છે.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી, કેન્દ્રીયમંત્રીશ્રીઓ શ્રી પરષોત્તમભાઇ રૂપાલા ,શ્રી મનસુખભાઇ માંડવીયા,શ્રી દર્શનાબેન જરદોશ, રાજયના મંત્રીશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી દક્ષેશભાઇ ,બુર્સ કમિટિના સભ્યશ્રીઓ સહિત હીરા ઉદ્યોગશ્રીઓ સહિત મોટી સંખ્યામાં આમંત્રીત સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.