ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની એનડીએની સરકાર યુવાનોને રોજગારી અપવવા અવનવી યોજના જાહેર કરે છે. આજ રોજ દેશભરમા 45 જગ્યા પર પ્રધાનમંત્રી રોજગાર મેળો યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આ કાર્યક્રમમાં 51 હજાર યુવાનોને એપોઇમેન્ટ લેટર અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ રાજકોટ ખાતે રોજગાર મેળાનુ લોકાર્પણ કર્યુ હતું.
પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજી આ પ્રસંગે સંબોઘન કરતા જણાવ્યું કે, વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હમેંશા દેશના યુવાનોને પ્રોત્સાહીત કરવાનો પ્રયાસ કરે છે પછી તે સ્પોર્ટસ,એજ્યુકેશન,સ્કીલ ડેવલોપમેન્ટનું ક્ષેત્ર હોય. યુવાનો જોબ સીકર નહી પરંતુ જોબ ગીવર બને તે દિશામા સતત પ્રયાસ કરે છે જેના કારણે આજે છેવાડાના ગમાડે રહેતા યુવાનને પણ નોકરી મળી રહે છે. પહેલા સમયમા યુવાનોને નોકરી માટે ખૂબ મહેનત કરવી પડતી હતી પરંતુ આજે પારદર્શક રીતે ભરતી કરવા આવે છે જેથી યુવાનોને અન્યાય ન થાય અને યોગ્ય લાયકાત ઘરાવતા યુવાનોને કામ કરવાની તક મળે છે. યુવાનોએ ઉત્તમ કાર્ય માટે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ અને તેનાથી કામ સળતાથી પુર્ણ કરી શકાય છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશને વર્ષ 2047 સુઘીમા વિકસીત દેશ બનાવવાનો સંકલ્પ આપણને સૌને આપ્યો છે તેના માટે આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઇન્ડીયા,લોકલ ફોર વોકલ સહિતની યોજનાઓ જાહેર કરી છે. ગઇકાલે જ વડાપ્રધાનશ્રીએ વડોદરા ખાતે એરક્રાફટ કોમ્પેલક્ષનુ લોકાર્પણ કર્યુ હતું. પહેલા આપણે સરક્ષણ માટે સાઘનો વિદેશથી આયાત કરતા હતા પરંતુ મોદી સાહેબની દીર્ધદ્રષ્ટીથી આજે આપણા દેશમા સેનાના વિમાનો,ટેન્ક સહિતની વસ્તુઓ બનવા જઇ રહયાુ છે. અંતમા શ્રી પાટીલજીએ જણાવ્યું કે જે યુવાનોને ધનતેરસના દિવસે એપોઇમેન્ટ લેટર મળ્યા છે તેમને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તરફથી મહત્વી ગીફટ મળી છે અને આપ સૌને અભિનંદન.
આ કાર્યક્રમમાં રાજયનામંત્રીશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,જીલ્લાના હોદ્દેદારશ્રીઓ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.