નવસારી ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના અધ્યક્ષસ્થાને “બનાસકાંઠા મહાસંમેલન” યોજાયું.

BJP GUJARAT NEWS સુરત

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના અધ્યક્ષસ્થાને નવસારી ખાતે “બનાસકાંઠા મહાસંમેલન” યોજાયું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના પ્રમુખશ્રી કિર્તીસિંહ વાઘેલા અને ડિસા એપીએમસીના પ્રમુખ અને પુર્વ ધારાસભ્યશ્રી ગોવાભાઇ દેસાઇએ પ્રસાંગીક સંબોધન કર્યુ. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના મૂળ નિવાસી અને હાલ નવસારીમાં રહેતા વિવિધ સમાજના આગેવાનો પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાય

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો વિશેષ પ્રેમ છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને આજે વડાપ્રધાન બન્યા પછી બનાસકાંઠા જિલ્લામાં પણીની સમસ્યા દુર કરવા માટે, બધા તળાવ ભરવા 1700 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. બનાસકાંઠામાં બહેનોએ સફેદ ક્રાંતિ કરી આર્થિક રીતે જિલ્લાને મજબૂત બનાવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ત્રણ જી.આઇ.ડી.સી મંજૂર કરી જેના કારણે રોજગારી મેળવવા હવે કોઇએ બનાસકાંઠાથી નવસારી ન આવવુ પડે તેવી વ્યવસ્થા કરી છે. દક્ષિણ ગુજરાતમાં જે લોકો આવ્યા તે પસ્તાયા નથી, જે આવ્યા તે બે પાંદડે થયા, સુખી થયા તેમ વિશ્વાસ સાથે કહી શકું છું.

શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હમેંશા મહિલાઓને સુરક્ષીત કરવા તેમને સરક્ષણ આપવાનું કામ કર્યુ છે. મહિલાઓ માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. પહેલા કોઇ મકાન પુરુષના નામ પર લેવાતુ પણ મોદી સાહેબે મકાનની રજીસ્ટ્રેશનની ફિ જો બહેનના નામે કરાવે તો ફી ઓછી કરવાની જાહેરાત કરી જેના કારણે આજે બહેનોના નામ મિલકતો મળતી થઇ. બહેનોને 24 કલાક વિજળી મળે તેનો પ્રયાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે કર્યો. ગુજરાતમાં 50 ટકા બહેનોને તાલુકા પંચાયત,જિલ્લા પંચાયતમાં, નગર પાલિકા અને મહાનગર પાલિકામાં અનામત આપી રાજકીય ક્ષેત્રે આગળ લાવવાનો પ્રયાસ કર્યો.હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહબે નવી સંસદમાં મહિલા અનામતનો ઐતિહાસિક કાયદો લાવ્યા. પહેલાની સરકાર મહિલા અનામતનુ બિલ લાવતા અને તે નિષ્ફળ જાય તે પ્રકારનો પ્રયત્ન કરતા હતા. આજે મહિલા અનામત બિલમાં તમામ રાજકીય પાર્ટીએ સમર્થન કરવાની ફરજ પડી.

શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આપણા દેશનો સર્વાંગી વિકાસ કર્યો અને દેશને સમૃદ્ધીના વિકાસ પર લઇ ગયા છે. આજે ભારત ચંદ્રપર પહોંચી ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા અને દેશને ચંદ્રયાન પર પહોંચાવા મદદ કરી. ઇસરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલ જંગમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણા મિત્ર દેશ ઇઝરાયલને ફોન કરી આંતકવાદ સામે લડવા સમર્થન આપ્યુ. આજે ઇન્ડિયા અને ભારત વિશે સોશિયલ મીડિયા થકી તમે જોતા હશો કે ઇન્ડિયા એટલે રાજકીય પાર્ટીઓનો સમુહ મેળો કે જે આતંકવાદને સમર્થન કરે છે અને ભારત એટલે જે આતંકવાદીઓનો ખાતમો કરવા ઇઝરાયલને સમર્થન કરે છે આ વ્યાખ્યા પાછળ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કાર્યપદ્ધતિ છે. આવો સૌ સાથે મળી લોકસભાની તમામ બેઠકો પાંચ લાખથી વધુની લીડથી જીતવાનો પ્રયાસ કરે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે રાજયભરમાં સતત પ્રવાસો કરી કાર્યકર્તાઓમાં ઉર્જાનો સંચાર કરતા રહ્યા છે. પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત ભાજપનો કાર્યકર સહકાર ક્ષેત્રે સેવાકીય કાર્યો કરે તે પ્રયાસ કર્યો આજે બધી જ સહકારી સંસ્થાઓમાં ભાજપનો કાર્યકર કાર્ય કરી સંસ્થાઓને સફળતાથી આગળ વઘારી રહ્યા છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણને પંચપ્રાણ લેવડાવ્યા છે આ પ્રાણસાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબેના ખભેથી ખભો મિલાવી ચૂંટણીમાં પ્રચંડ અને ઐતિહાસિક જીત મળે તે માટે પ્રયાસ કરવાના છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી મહેન્દ્રભાઇ પટેલ, શ્રી જનકભાઇ બગદાણાવાળા,ધારાસભ્યશ્રીઓ શ્રી નરેશભાઇ પટેલ,શ્રી રાકેશભાઇ દેસાઇ,પ્રદેશ મંત્રીશ્રી શીતલબેન સોની,નવસારી જિલ્લા પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ,બનાસકાંછા જિલ્લા પ્રમુખશ્રી કિર્તિસિંહ વાઘેલા,પુર્વધારસભ્યશ્રીઓ શ્રી શશીકાંતભાઇ પંડયા,શ્રી ગોવાભાઇ દેસાઇ,શ્રી પિયુષભાઇ દેસાઇ,પ્રદેશ માલધારી સેલના સંયોજકશ્રી સંજયભાઇ દેસાઇ,શ્રી જગમલભાઇ દેસાઇ,નવસારી નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઇ તેમજ પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *