ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ નવસારી ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના અધ્યક્ષસ્થાને સાંસદ “દિશા દર્શન” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મહેસુલ વિભાગના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને હુકમ વિતરણ પણ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક સેકટર અને દરેક વર્ગના લોકોમાટે અંદાજે 180 જેટલી યોજનાઓ બનાવી છે. આ યોજના જનજન સુધી પહોંચે તે માટે એક એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે યોજનાનો લાભ કોને મળી શકે, તેના માટે કયા ડોક્યુમેન્ટ અને ફોર્મ ભરવાની માહિતી મળે. કેન્દ્ર સરકાર યોજનાનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત પ્રયાસ કરી રહ્યા છે. આજે વિવિધ યોજનાના અંદાજે 6 હજારથી વધુ લાભાર્થીઓને યોજનાના લાભ મળ્યા છે. કુપોષીત બાળકોને સુપોષિત કરવા હાંકલ કરવામાં આવી. કુપોષિત બાળકોને સુપોષિત કરવામાં નવસારી જ એક એવો જિલ્લો છે જેમાં કલેકટરથી લઇ ડિડિઓ સહિતના કર્મચારીઓએ અંદાજે 1 હજાર જેટલા નવસારી જિલ્લાના કુપોષીત બાળકોને દત્તક લઇ સુપોષણ કરવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ષ 2025 સુઘીમાં આખા દેશમાં ટીબી નાબુદ કરવાનો સંકલ્પ કર્યો છે તે પુર્ણ કરવા નવસારી જિલ્લાના ટીબીના દર્દીઓ સ્વસ્થ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે. સુપોષણ અભિયાનમાં 17 જેટલી મોટી દૂધની ડેરીઓ કે જેમાં ભાજપના આગેવાનો સેવા કરી રહ્યા છે તેમણે 6 મહિના સુધી મફત દૂધ આપી બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા સામાજીક જવાબદારી પુર્ણ કરી છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, ભાજપના કાર્યકરો તેમના જન્મદિવસ નિમિત્તે અથવા ઘરમાં કોઇના જન્મદિવસ નિમિત્તે ઓછામાં ઓછા 10 લોકોનો બે લાખના વિમાની પોલીસી ઉતરાવા પ્રયાસ કરવો જોઇએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની આ યોજના મહિલાઓને લાચારીમાંથી મુકત કરવાની યોજના છે જેમાં ફકત 20 રૂપિયા પ્રિમિયમ ભરવાનું છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની દરેક યોજનાનો લાભ સૌને મળે તે માટે સરકાર અને સંગઠન પ્રયાસ કરી રહી છે. ભાજપા સત્તા પ્રાપ્ત કરી સતાના માધ્યમથી સેવાકીય પ્રવૃતિ કરે છે તે ભારતીય જનતા પાર્ટીએ એક વખત નહી અનેક વખત સાબિત કર્યુ છે. આવો સૌ સાથે મળી કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાનો લાભ વધુમાં વધુ લોકોને મળે તેવો પ્રયાસ સાથે મળીને કરીએ.
આ કાર્યક્રમાં માં નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ,ધારાસભ્યશ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ,શ્રી આર.સી.પટેલ,પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની,જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી,કલેકટરશ્રી સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.