ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, નવસારી જીલ્લામાં રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલય કરાડી નો શતાબ્દી કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી શ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં યોજાયો.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વસંતપંચમીની શુભકામના પાઠવતા જણાવ્યું કે, વસંતપંચમી જ્ઞાન અને વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજનનો શ્રેષ્ઠ મહિમા છે. મા સરસ્વતીની આરાઘન કેન્દ્ર કરાડી ગામની રાષ્ટ્ર શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાની તક મળી તે ગૌરવની વાત છે. વિશ્વનેતા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનમાં 2025નું વર્ષ દેશના ગૌરવને ઉજાગર કરનારુ વર્ષ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકાસથી વિરાસતનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનશ્રીમોદી સાહેબે શિક્ષણ ક્ષેત્રે આધુનિક આયામો અપનાવ્યા છે જેથી શાળાઓ કોમ્યુટર લેબ સહિતની ઘણી સુવિઘાથી સજ્જ છે. વડાપ્રધાનશ્રીએ આપણને 2047મા વિકસીત ભારતનો સંકલ્પ આપ્યો છે તેને પુર્ણ કરવા સૌએ પ્રયાસ કરવો જોઇએ.
આ કાર્યક્રમમાં શ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે શાળાના 100 વર્ષ પુર્ણ થાય છે તે બદલ સંસ્થાના દરેક સાથીદારોને અભિનંદન. નવસારી જીલ્લો સ્વચ્છતામા ખૂબ અગ્રેસર છે. જીલ્લાના ગામમાં સફાઇ કામગીરી વધુ સારી રીતે કરાવી શકયા છીએ અને કેન્દ્ર અને રાજય સરકારની ગ્રાન્ટમાંથી સ્વચ્છતાના રાખવા વાહનો આપવામાં આવ્યા છે. નવસારી અને વલસાડ જીલ્લાને પિવાનુ અને ખેતિ માટેનું પાણી સર પ્લસ થાય તે દિશામાં કાર્ય કરી રહ્યા છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કેચ ધ રેઇન યોજના જાહેર કરી છે અને જળ સંચય જન ભાગીદારી અને જન આંદોલનમાં પરિવર્તિત થવી જોઇએ. ગુજરાતમાં સૌથી વધુ બોર બનાવનાર નવસારી જીલ્લો બન્યો છે. વરસાદી પાણીને જમીનમા ઉતારવા સૌએ યોગદાન આપવું જોઇએ. વરસાદી પાણીને જમીનમા ઉતારવા ના આયોજન અને તેનાથી મળતા ફાયદા અંગે વિસ્તૃત માહીતી આપી.
આ કાર્યક્રમમા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, સુરત શહેર ના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ તેમજ પદાધિકારીશ્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
