નવસારી ના બી.આર.ફાર્મ ખાતે બુથ સમિતિના કાર્યકરોનું સંમેલન પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.

સુરત

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પેજ સમિતિના પ્રણેતા અને કુશળ સંગઠનના પ્રણેતા કે જેમના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ મુકત થયુ છે તેવા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી ના બી.આર.ફાર્મ ખાતે બુથ સમિતિના સભ્યોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારીના જીલ્લાના પ્રમુખશ્રી ભુરાભાઇ શાહે પ્રાંસગીક સંબોધન તેમજ રાજયનામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં નવસારી જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઇ શાહના કાર્યકાળને 3 વર્ષ પુર્ણ થતા કાર્યકાળ દરમ્યાન થયેલા સંગઠનના વિવિધ કાર્યો અંગેની પુસ્તકનું વિમોચન પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, નવસારીના સંસદીય મત વિસ્તારમાં વર્ષ 2019ની ચૂંટણીમાં સૌથી વધુ મતોથી જીત મેળવી છે આ જીત 1950 થી અત્યાર સુધીમાં પાછલી 17 લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતોથી જીત્યા છીએ. સૌથી વધુ મતોથી નવસારીની બેઠક જીતવામાં જે બુથ કાર્યકરોએ મહત્વનો ફાળો ભજવ્યો છે તેમને મળવાની આજે તક મળી છે. જીલ્લાના કુલ બુથમાંથી 537 બુથમાંથી એવા કાર્યકરોને આજે દિવાળી પહેલા મળવાની તક મળી છે જેમને ખૂબ મહેનત કરી સૌથી વધુ મતોથી બેઠક જીતાડી છે. નવસારી બેઠક સૌથી વધુ મતોથી જીતવાનો શ્રેય આપ સૌ કાર્યકરોને જાય છે. વર્ષ 2009માં સાંસદ તરીકે ચૂંટયો ત્યારે ઘણા પુછે કે નવસારી કયા આવ્યું તેની ઓળખ આપવી પડતી પણ 2019માં લોકોને જાણે છે નવસારી કયા આવ્યું છે. ગુજરાત વિઘાનસભા ચૂંટણીમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની લોકપ્રિયતા તેમજ આદરણીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની વ્યુહરચના અને દરેક કાર્યકરોની મહેનતના ગુણાકારથી આજે વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતી શક્યા છીએ. વિઘાનસભામાં નવસારીના ધારાસભ્યોને ખૂબ ભારે મતોથી જીતાડયા છે તે બદલ જિલ્લાના કાર્યકરોનો આભાર.


શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, નવસારી પેજ સમીતીની સિસ્ટમને ખૂબ મજબૂત છે કે આખા દેશમાં આજે પેજ કમિટિ બનાવવામાં આવી રહી છે. નવસારીની બેઠક સૌથી વધુ મતોથી જીતાડી નવસારીના કાર્યકરોને નવસારી જીલ્લાનું નામ ખૂબ મોટુ કર્યુ છે. બુથના કાર્યકરો બુથને મજબૂત કરવા પ્રયાસ કરે. વિઘાનસભાની ચૂંટણીમાં 156 જીત્યા પણ 182 બેઠકો નથી જીતી શક્યા તેનું દુખ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દરેક ઉમેદવારને જીતાડવા મહેનત કરે છે.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, પ્રભારીશ્રી તેમજ ધારાસભ્યશ્રી જનકભાઈ પટેલ,નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ,પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની,ધારાસભ્યશ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ,શ્રી રાકેશભાઈ દેસાઈ,શ્રી આર.સી.પટેલ,પૂર્વ ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈ,જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ પદાધિકારીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *