ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક ગૌઘામ નુ ઉદ્ધાટન તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ નવાગામ, નવસારી ખાતે યોજાયો.
આ કાર્યક્રમમા શ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હમેંશા શિસ્ત અને સ્વચ્છતા અને શિક્ષણનો આગ્રહી રહ્યો છે. આ સંસ્થા સૌરાષ્ટ્રમાં ઘણા વર્ષોથી દિવસના એક રૂપિયાના ખર્ચે બાળકોને શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરી છે તેનો અર્થ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સેવાકીય ભાવ સાથે કામ કરતા હોય છે. આજ દિન સુઘી 1 લાખ 95 હજારથી વઘુ વિદ્યાર્થીઓએ આ સંસ્થા થકી શિક્ષણ મેળવ્યુ છે. વિશ્વમાં કોઇ પણ મોટી સંસ્થાનો આવો રેકોર્ડ નહી હોય તેવો રેકોર્ડ અંહી સ્થાપવામા આવ્યો છે. આ સંસ્થામા બાળકોને શિક્ષણ જ નહી પણ સંસ્કારનુ સિંચન થાય તેનુ ધ્યાન રાખવામા આવે છે. જે વાલીઓ પોતાના બાળકોને સ્વામિનારાયણ ગુરુકુળમા અભ્યાસ અર્થે મુકે છે ત્યારે તેઓ નિશ્ચિત થાય છે કે તેમના બાળકો શિક્ષણ સાથે સંસ્કારીતાના ગુણ મેળવી એક સારો નાગરીક બની પરિવાર,ગામ અને દેશ માટે સારુ કામ કરી શકશે તેવી આશા રાખતા હોય છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, ગૌ શાળા અને મંદિરનુ નિર્માણ સંતો દ્વારા ખૂબ ટુંકા સમયમા તૈયાર કરવામા આવ્યુ છે અને આ મંદિર નિર્માણ અંગે વિકસીત દેશોના આર્કિટેક કે એન્જિનયર આવે તો તેમને માનવામા ન આવે તે રીતે ઝડપી મંદિર તૈયાર કરાવ્યુ છે. આ મંદિરની ડિઝાઇન સંતોએ જ તૈયાર કરી છે તે બદલ તેમને અભિનંદન. દરેક વ્યકતીએ મંદિર જઇ દર્શન કરવા જ જોઇએ કારણ કે મંદિરે જવાથી ધર્મમા આસ્થા વધતી રહે છે જેનાથી નીતી-નીયમથી વ્યકિત આગળ વઘી શકે છે. હું દાવા સાથે કહી શકુ છું કે ભાજપ ગુજરાતના દરેક નાનામા નાનો કાર્યકર્તા કે મુખ્યમંત્રી પણ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હશે અને સંતો સાથેના સંપર્કમા રહી સેવા કરવાના કામમા આગળ રહ્યા હશે. આજ દિન સુઘી સ્વામિનારાયણ સંપ્રદાય વિવિધ પ્રોજેકટો થકી જે કામ કરે છે તે ખૂબ પ્રસંશાને પાત્ર છે અને સમાજને સંગઠીક કરી સમાજને આગળ લઇ જવા મદદ કરે છે તે બદલ સંતોનો આભાર.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેચ ધ રેઇન યોજનામા ગુજરાત રાજય મોડલ બને અને આપણે સૌ વરસાદી પાણી જમીનમા ઉતરે તે માટે વ્યવસ્થા કરવી જોઇએ. અત્યારસુઘીમા 80 હજારથી વધુ રેઇન વોટર હાર્વેસ્ટીંગ ના પ્રોજેકટ કરવાની ખાતરી આપી છે જેમા દસ હજાર વધુ કામો પુર્ણ થયા છે. જળ સંચય માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જેટલી જાગૃતિ લાવ્યા છે તેટલી જાગૃતિ લાવવાનો પ્રયાસ પહેલાની કોઇ સરકારે પ્રયાસ કર્યો નથી. રેઇન વોટર હાર્વેસ્ટીંગ બોર થકી આપણે કેવા લાભ આપણને જ નહી પરંતુ આપણી ભાવી પેઢીને મળશે તે અંગે વિસ્તૃત માંર્ગદર્શન આપ્યુ.
આ કાર્યક્રમમા રાજયનામંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયા,ઘારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇ,નવસારી જીલ્લાના પ્રમુખશ્રી ભુરાભાઇ,શ્રી અશોકભાઇ સહિત સંતો અને આગેવાનો અને હરિભગતો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.