ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સંસદના વિશેષ સત્રમાં બુધવારે ઐતિહાસિક નારી શક્તિ વંદના બિલ લોકસભામાં બહુમતી સાથે પસાર થયું. બિલની તરફેણમાં 454 વોટ પડયા તો બિલ વુરુદ્ધ 2 વોટ પડયા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ફરી એક વખત મહિલા સશક્તિકરણ મજબૂત કરવા તરફ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બિલથી રાજકીય ક્ષેત્રે મહિલાઓની સંખ્યા ચોક્કસ વઘશે. સંસદમાં આ બિલ પસાર કરવા બદલ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ દેશના પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યકત કર્યો અને બિલને આવકાર્યુ છે. આ બિલ સંસદમાં રજૂ થતા પ્રદેશ કાર્યાલય ખાતે બિલને આવકારતી તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર માનતી પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયા, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખશ્રી ડો. દિપિકાબેન સરડવાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
શ્રી ગોરધનભાઇ ઝડફીયાજીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી જનસંઘથી મહિલાઓ માટે પ્રારંભથી જ ચિંતિત હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે સંગઠનના મહામંત્રી હતા તે સમયે શરૂઆતથી 2/3 બહુમતી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં લાગુ કરાવી હતી. વડોદરા ખાતે 1994માં મળેલ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારણી યોજાઇ હતી જેમાં ભાજપની પ્રતિબદ્ધતા જાહેર કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ રાજયના મુખ્યમંત્રી હતા ત્યારથી મહિલાઓના ઉત્થાન માટે ઘણા કામો કર્યા છે જેમાં દિકરીઓ શાળામાં અભ્યાસ કરવા જાય તે માટે પ્રવેશ ઉત્સવ થકી પ્રયાસ કર્યો હતો તેમજ “બેટી બચાવો, બેટી પઢાવો” સુત્ર પણ આપ્યુ હતું અને દિકરીઓની સંખ્યા વધે તે માટે જાતિ પરિક્ષણ કાયદો લાવ્યા જેના પરિણામે આજે દિકરીઓની સંખ્યા પણ વધી રહી છે.ગુજરાતમાં આજે છેલ્લા 15 વર્ષથી સ્થાનિક સ્વરાજયમાં 50 ટકા મહિલાઓને પ્રતિનિધિત્વ મળે છે. મહિલા અનામત બિલ ભારે બહુમતી સાથે પસાર થયું છે. આજે બિલ રાજયસભામાં પસાર થયા પછી કાયદો બનશે. આજે દેશના લોકતંત્રના ઇતિહાસમાં પહેલી વખત નવા સંસદના સત્રમાં થયેલ નિર્ણય દેશની આવતીકાલનો નિર્ણય છે. આ બિલથી મહિલાઓને રાજકીય ક્ષેત્રે નેતૃત્વ કરવાની તક મળશે. મહિલા અનામત બિલ પસાર થતા આવનાર દિવસોમાં મહિલાઓ ભારતના ભાગ્યોધરોહરની જવાબદારી સંભાળી શકે તે માટે શુભકામના.
મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખશ્રી ડો. દિપીકાબેન સરડવાએ મીડિયાને જણાવ્યું કે, નવા સંસદ ભવનના પ્રથમ સત્રમાં જ ઐતિહાસીક નારી શક્તિ વંદન અધિનિય અંતર્ગત 33 ટકા અનામતનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. ગઇકાલે બિલ સંસદમાં પસાર થયું જેથી ગઇકાલનો દિવસ મહિલાઓ માટે ઐતિહાસીક બન્યો છે. આ બિલ પાસ થવાથી મહિલાઓનું પ્રભુત્વ રાજનીતીમાં વધશે તેમજ રાજનીતીના માધ્યમથી સામાજીક ક્ષેત્રે અને જાહેર જીવનમાં મહિલાઓની સ્કીલનો લાભ મળશે. મહિલા અનામત બિલ ઐતિહાસીક અને ક્રાંતિકારી સાબીત થશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હર હમેંશ મહિલા સશ્ક્તિકરણ પર ભાર મુક્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માને છે કે આજે ફકત મહિલાઓના વિકાસની જ વાત નહી પરંતુ મહિલાઓના નેતૃત્વ વાળા વિકાસનો જે સંકલ્પ છે તે આજે પરિપુર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. બિલથી રાષ્ટ્રની સેવામાં પણ મહિલાઓનું યોગદાન વધારવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વની સરકારે પ્રયાસ કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે આજે મહિલાઓની સંખ્યા વધી રહી છે. મહિલા અનામત બિલ રજૂ કરવા બદલ રાજયની મહિલાઓ વતી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યકત કરુ છું. આ બિલ મહિલાઓ માટે લોકસભા અને વિધાનસભામાં 15 વર્ષ સુધી અનામત રહેશે. મહિલા અનામત બિલ મહિલાઓના સશક્તિકરણ અને તેમના પ્રતિનિઘિત્વને સુઘારવા ખૂબ મહત્વનું પગલુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા લેવામાં આવ્યું છે. આ બિલથી દેશની મહિલાઓમાં આત્મસમાન સાથે સમાન ભાગીદારીની એક નિશ્ચિતતા જોવા મળશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે તેમના સંકલ્પ અને ઇચ્છા શક્તિથી સાબિત કર્યુ છે કેન્દ્રની સરકાર હરહમેંશ દેશની મહિલાઓ સાથે છે. આવનાર નવરાત્રીના પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશની મહિલાઓને એક મહત્વની ભેટ આપી છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રીશ્રી સિમાબેન મોહિલે, પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખશ્રી અરૂણાબેન ચૌઘરી,પ્રદેશના મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશના સહપ્રવકતાશ્રી ડો.શ્રદ્ધાબેન રાજપુત ઉપસ્થિત રહ્યા હતા.