ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ પંચમહાલ ગોધરા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીના અધ્યક્ષતામાં અને કેન્દ્રીયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયાજી, પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા સહિત રાજયનામંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સફળતાના 9 વર્ષ પુર્ણ થતા સરકારે કરેલા વિવિધ કાર્યોની માહિતી આપતી જનસભા યોજાઇ હતી. જાહેસભામાં કેન્દ્રીયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ અને સાંસદશ્રી રતનસિંહ રાઠોડજી એ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
આ જાહેરસભાને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ જણાવ્યું કે, ગુજરાત વિરો- સહાદતો, સાધુ-સંતોની ધરતી છે. દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારે 9 વર્ષ સેવા,સુશાસન,ગરિબ કલ્યાણ થકી કામ કર્યુ છે. દેશમાં 9 વર્ષ પહેલા ઘણી સરકાર આવી અને ગરિબ દુર કરવાના બહાને લાંબા સમયથી સુધી કોંગ્રેસે રાજકીય રોટલા શેકયા અને ગરિબોને લુટયા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 9 વર્ષ દરમિયાન સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો પ્રાયસ, સૌનો વિશ્વાસના મંત્ર પરિપુર્ણ કરી દેશના દરેક વર્ગના લોકોના હિતમાં કામ કર્યુ છે.
શ્રી નડ્ડાજીએ નવ વર્ષ સુધીના કાર્યકાળ અંગે વધુ જણાવતા કહ્યુ કે, દેશમાં હાલમાંજ કોરોના જેવી મહામારી આવી જેણે સમગ્રે દુનિયાને હચમચાવી ત્યાર પછી રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે ઘણા દેશમાં આર્થિક સંકટમાં આવી ગયા પરંતુ ભારત દેશની આર્થિક સ્થિતિ સુઘારી અને દુનિયાના આર્થશાસ્ત્રીઓ કહે છે કે હાલના સમયમાં જો કોઇ દેશ પર આશા રાખી શકાય તો તે ભારત છે. આંતરરાષ્ટ્રીય મોનીટરીંગ ફંડ પણ કહે છે કે ભારતની આર્થિક સ્થિતિ મજબૂત છે. 9 વર્ષ પહેલા ભારત અર્થવ્યવસ્થામાં 11માં નંબર પર હતું અને આજે બ્રિટનને પછાડી ભારત પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા બની છે. બ્રિટનના પ્રધાનમંત્રી રૂષી સુનક કહે છે કે તે સમય દુર નથી કે ભારત દુનિયાની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે. આજે ભારતમાં ઇલેક્ટ્રીક સામાન બની અન્ય દેશોમાં જઇ રહ્યા છે એક વર્ષમાં 17 હજાર કરોડ રૂપિયાનો સામાન એક્સપોર્ટ થાય છે. 9 વર્ષ પહેલા મોબાઇ વિદેશથી આવતા હતા પરંતુ મોદી સરકારમાં 97 ટકા મોબાઇલ ના પાર્ટ ભારતમાં બનાવે છે. સ્ટીલના પાર્ટ બનાવવામાં ભારત બીજા નંબર પર છે. ભારતે જાપાનને પછાડી ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ત્રીજા નંબરનું માર્કેટ બન્યું છે. મન કી બાત થકી વડાપ્રધાને જનતાને ભારતમાં બનેલા રમકડા ખરીદવા આગ્રહ કર્યો અને ભારતમાં રમકડાના એક્સપોર્ટ 3 ગણો વધી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 9 વર્ષમાં 18 લાખ કરોડ રૂપિયા ઇન્ફાસ્ટ્રકચરમાં વાપર્યા છે અને આ વર્ષે એક વર્ષમાં દસ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. 54 હજાર કિ.મીના નેશનલ હાઇવે બન્યા છે. 606 કિમીની મેટ્રો રેલ ટ્રેન બનાવવામાં આવી છે. 9 વર્ષમાં 74 એરપોર્ટ દેશમાં બન્યા અને 8 એરપોર્ટ ગુજરાતમાં બન્યા.3 લાખ 28 હજાર કિમીના ગામાડમા રસ્તા બન્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને વિશ્વના દેશો માન સન્માન આપી રહ્યા તે અંગે નડ્ડાજીએ જણાવતા કહ્યું કે, દેશના વડાપ્રધાન વિશ્વના દેશોમાં જઇ રહ્યા છે ત્યારે દુનિયાના દેશો જે રીતે સ્વાગત કરે છે તે આપ સૌએ જોયુ છે. પપુઆગીના વડાપ્રધાન આપણા દેશના વડાપ્રધાનના આશિર્વાદ લેતે સૌએ જોયા છે અને તેમણે કહ્યુ કે મોદી સાહેબ મારા ગુરૂ છે. ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને બોસ કહી સંબોધે.ન્યુઝીલેન્ડના વડાપ્રધાન મોદી સાહેબને મળવા ઓસ્ટ્રલીયા આવે તે આપણા દેશનું ગૌરવ છે. એલન મસ્ક કહે છે કે હું મોદી સાહેબનો ફેન છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દુનિયાના પહેલા વડાપ્રધાન છે કે જેમણે દુનિયાના મોટા ભાગના દેશોએ સન્માન આપ્યું છે. કેટલાક નેતા મોહબ્બત કી દુકાન નહી નફરતનો મેગા મોલ ચાલવી રહ્યા છે. આજે ગુજરાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું એક માત્ર ટ્રેડિશનલ મેડિસીનનું સેન્ટર બની રહ્યુ છે, એશિયાનું પહેલુ સોલર પ્લાન્ટ ગુજરાતમાં આવ્યું, ધોલેરપામાં મોટુ સોલર પ્લાન્ટ લાગ્યું છે. આજે ગુજરાત ગુડ ગવર્નન્સમાં નંબર એક પર,લોજિસ્ટિક પર્ફોર્મન્સ માં ગુજરાત પહેલુ, સ્વચ્છતામાં ગુજરાત બીજા ક્રમે, એકસ્પોર્ટમાં ગુજરાત પહેલુ,સ્ટેટની ફુડ સેફટીમાં ગુજરાત બીજા ક્રમે, પાવર સરપ્લસમાં ગુજરાત પહેલુ એમ દરેક ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યુ છે. 9 વર્ષમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશની રાજનીતીની સંસ્કૃતિ બદલી આજે દેશને વંશવાદને બદલી વિકાસ વાદની રાજનીતી બદલી.વડાપ્રધાન મોદી સાહેબ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે તો બીજી રાજકીય પાર્ટીઓ પરિવારના વિકાસ માટે કામ કરી રહી છે. આવૌ સૌ સાથે મળી મોદી સાહેબના નેતૃત્વમાં દેશને આગળ લઇ જઇએ.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા,પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા,કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ,સાંસદશ્રી રતનસિંહ રાઠોડ,વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ,રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી કુબેરભાઈ ડિંડોર,શ્રી બચુભાઈ ખાબડ,પ્રદેશ સહ પ્રવક્તા તેમજ પંચમહાલ જીલ્લા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર,પંચમહાલ જીલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ,મહીસાગર જીલ્લા પ્રમુખ શ્રી દશરથભાઈ બારિયા,ખેડા જીલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ,પંચમહાલ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કામીનીબેન,મહીસાગર જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમીલાબેન,ધારાસભ્યશ્રીઓ શ્રી સી.કે.રાઉલજી,શ્રી જયદ્રથસિંહ પરમાર,શ્રીમતી નિમીષાબેન સુથાર,શ્રી માનસિંહ ચૌહાણ,શ્રી ફતેસિંહ ચૌહાણ,શ્રી યોગેન્દ્રસિંહ પરમાર,પૂર્વ ચેરેમેનશ્રીઓ,પૂર્વ પ્રમુખશ્રીઓ,તમામ જીલ્લાના મહામંત્રીશ્રીઓ,તમામ મોરચાના હોદ્દેદારશ્રીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા