ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે,પશ્ચિમ બંગાળમા વર્ષ 2010 બાદ મા રાજય સરકાર દ્વારા જારી કરવામા આવેલ તમામ ઓબીસી સર્ટીફિકેટને રદ કરવાનો આદેશ કલકત્તા હોઇકોર્ટે આપ્યો છે તે સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાજયસભાના સાંસદ અને બક્ષીપંચ મોરચાના પ્રદેશના પ્રમુખશ્રી મંયકભાઇ નાયકે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ,પ્રદેશના મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ સહ પ્રવકતાશ્રી ઘનશ્યામભાઇ ગઢવી તથા બક્ષીપંચ મોરચના શ્રી પ્રજ્ઞેશભાઇ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી મંયકભાઇ નાયકે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 2010મા પશ્ચિમ બંગાળમા રાજય સરકાર દ્વારા 118 કરતા વધુ મુસ્લીમ જ્ઞાતીઓને કોઇ પણ જાતની બંઘારણ વ્યવસ્થા કે સર્વે કર્યા વગર ઓબીસીમાં અનામત આપવામા આવેલી હતી. હાઇકોર્ટે આ અનામતના અમલ ઉપર સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે કહ્યુ હતું કે, કોઇ પણ નીયમોનુ પાલન કર્યા વગર અનામત આપવામા આવ્યું, પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીશ્રી મમતા બેનર્જીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, અમને હાઇકોર્ટનો આદેશ માન્ય નથી. હાલ લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે મમતા બેનર્જી અને ઇન્ડિ એલાઇન્સ જે પ્રકારે તૃષ્ટિકરણની રાજનીતી કરી તેમની વોટબેંકને સાચવવા માટે કરોડો ઓબીસી લોકોના તેમના હક્કથી વંચિત રાખી ચોકક્સ સમુદાયના લોકોને લાભ કરવાનો પ્રયત્ન કર્યો છે તેને સખત શબ્દોમા વખોડુ છું. હાઇકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામા આવ્યો છે તેને આવકારુ છું અને 2010 પછી જે અનામત આપવામા આવેલ તે અનામતનો અમલ ન થાય અને જરૂરીયતામંદ લોકોને અનામતનો લાભ મળે તે માટે સરકારશ્રીને વિનંતી છે. શ્રીમતી મમતા બેનર્જીએ બંધારણની રૂએ બંધારણની બાબતોને માનવાના શપથ લીધેલ છે છતાય માત્રને માત્ર એક સમાજના મતબેંકને સાચવવા માટે તૃષ્ટીકરણની રાજનીતી કરી રહ્યા છે અને ડો.બાબા સાહેબ આંબેડકરજીએ જે બંઘારણ બનાવ્યું છે તેના પર તરાપ મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.