પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા બળાત્કાર બાદ જઘન્ય રીતે હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રીય પ્રવકતાશ્રી ગોપાલભાઇ અગ્રવાલ તેમજ પ્રદેશના મહામંત્રી શ્રીરજનીભાઇ પટેલની અધ્યક્ષતામા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ.

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા બળાત્કાર બાદ જઘન્ય રીતે હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રીય પ્રવકતાશ્રી ગોપાલભાઇ અગ્રવાલ તેમજ પ્રદેશના મહામંત્રી અને મુખ્યાલયના ઇન્ચાર્જશ્રી રજનીભાઇ પટેલની અધ્યક્ષતામા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રેસ કોન્ફરન્સમા પ્રદેશના સહ પ્રવકતાશ્રીઓ શ્રી ડો.રૂત્વીજ પટેલ,શ્રી જૈનિકભાઇ વકિલ,શ્રી અશ્વીનભાઇ બેંકર તેમજ પ્રદેશના મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી ગોપાલભાઇ અગ્રવાલજીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમા મહિલા ડોકટર સાથે બળાત્કારની ઘટનાથી દેશભરમા આઘાતના પ્રત્યાઘાત પડી રહ્યા છે. આવી નિંદનીય ઘટના સંદર્ભે પશ્ચિમ બંગાળની સરકારે જે રીતે કાર્યવાહી કરી છે તે નિંદનીય છે. મહિલા ટ્રેની ડોક્ટર સાથે ઘટના પછી તેમના પરિવારજનોને ફોન કરી જણાવવામા આવે છે કે તમારી દિકરીએ આત્મહત્યા કરી છે.તેમના માતા-પિતા હોસ્પિટલ આવ્યા તો તેમને ત્રણ કલાક જેટલા સમય સુઘી બેસાડી રાખવામા આવ્યા. ટ્રેની ડોકટર સાથે રેપ કરી હત્યા કરવાની ગંભીર ઘટનામા પશ્ચિમ બંગાળની પોલીસે કુદરતી મોત થયાનો FIRમા ઉલ્લેખ કર્યો. મહિલા ડોક્ટર સાથે આ ઘટના પછી દેશભરમા આક્રોશ જોવા મળ્યો અને કોલેજના પ્રિન્સીપાલે આ ઘટનાથી રાજીનામુ આપ્યુ અને બીજી હોસ્પિટલમા તેમને પ્રિન્સીપલના હોદ્દો આપવામા આવ્યો. આવી નિંદનીય ઘટનાના આરોપીઓને ટીમએસીના નેતાઓ અને સ્થાનિક પોલીસ સાથે સબંધ હોવાનો વાત પણ બહાર આવી છે. મહિલા ડોકટર હોસ્પિટલના ત્રીજા માળે સેમિનાર હોલમા વાંચન કરવા ગઇ હતી પરંતુ તે જ સ્થળે ડોકટર બેભાન અવસ્થામા જોવા મળી હતી. મહિલા ડોકટર સાથે રેપ કરી હત્યા કરવાની ઘટનામા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અપરાઘીઓને કડક સજા થાયે તે પ્રયાસ કરવાની જગ્યાએ રાજનીતી કરી રહી છે. પ્રિન્સીપાલની ઘટનામા પુછપરછ કરવામા આવી નથી અને તરત જ બીજી હોસ્પિટલમા પણ તેમની નિમણુંક કરવામા આવે છે તે દર્શાવે છે કે આ કેસમા સરકારના નેતાઓ અને પોલીસે પણ આરોપીઓને છાવરી રહી છે.

શ્રી ગોપાલભાઇ અગ્રવાલજીએ વધુમા જણાવ્યું કે, રેપ અને હત્યાના કેસમા સીબીઆઇને તપાસ કેમ ન સોંપી,ફોરેન્સીક એક્સોપોર્ટની ટીમ દ્વારા તપાસ તેમજ ઘટના સ્થળનુ રેકોર્ડિગ તેમજ સબુત મેળવવા પર કાર્યવાહી કરી નહી. આ મુદ્દે હાઇકોર્ટે પણ કડક શબ્દોમા ફટકાર લગાવી છે. મહિલાઓ સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટના પશ્ચિમ બંગાળમા વધુ થાય છે કારણ કે મમતા બેનર્જી ટીમસીના ગુંડાઓને પ્રોત્સાહીત કરી રહી છે તેને રક્ષણ આપી રહી છે. 2021મા પણ વિરોઘી પાર્ટીના સમર્થક હતા તેમને પણ એક પ્લાનિંગ સાથે કાર્યકર્તાઓ અને ઉમેદવાર મહિલાઓને જાહેરમા નિર્વસ્ત્ર કરવાની ઘટના સામે આવી હતી તેમજ 14 વર્ષની દિકરી પર 2021મા પણ બળત્કારની ઘટના સામે આવી હતી અને આ ઘટનાના આરોપી ટીએમસીના નેતાના દિકરાએ પીડિતાના પરિવારને બંદૂક બતાવી ઘમકાવ્યા હતા. પશ્ચિમ બંગાળમા મમતા બેનર્જી ખૂબ નિદર્ય પુર્વક કામ કરી રહી છે,રાજનીતી થકી દેશને નબળો પાડવાનો પ્રયાસ કરી રહી છે તેમજ ધર્મનિર્પક્ષતાના આઘારે બાંગ્લાદેશીઓને બંગાળમા ઘૂસાડવામા આવે છે. મમતા બેનર્જી બંગાળમા વોટબેંકની રાજનીતી માટે તૃષ્ટીકરણની રાજનીતી અને હિસંક પ્રવૃતિ કરનારને પ્રોત્સાહિત કરી રહી છે.

શ્રી ગોપાલ અગ્રવાલજીએ વધુમા જણાવ્યું કે, મહિલા ડોકટરની નિર્મમ હત્યા પછી વિરોઘ પક્ષ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંઘી ચાર દિવસ પછી ટ્વીટ કરે છે જે નાના મુદ્દા પર તરત પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે. બંગાળમા આવી ગંભીર ઘટનાઓ દેશને નબળો પાડવા એક ષડયંત્રના ભાગ રૂપે કરવામા આવે છે તેમજ ભારતમા કાયદા-વ્યવસ્થાને તોડવાનુ કામ થઇ રહ્યુ છે તે દુખદ વાત છે. ક્રીમીનલ આરોપીઓને કડક સજા થાય એક ઉદાહરણ રૂપ સજા થવી જોઇએ જેથી કોઇ આવો મોટો અપરાધ કરવાનુ વિચારે નહી. ભારતીય જનતા પાર્ટી અને દેશભરના લોકો ઇચ્છે કે આ ગંભીર ઘટનાની જવાબદારી મમતા બેનર્જીએ લેવી જોઇએ કારણ કે તે બંગાળમા કાયદો-વ્યવસ્થા જાળવી શક્તા નથી. દેશની જનતા આ વાત સમજે અને ધર્મનિર્પક્ષતાના નામે ભારતમા ઘૂસણખોરી કરાવવામા આવી રહી છે જેનો ઉપયોગ ભારતને નબળુ કરવામા થઇ રહ્યો છે. આ ઘટનામા ભાજપા મહિલા અને ડોકટરના સમર્થનમા છે તેમની સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *