પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો

BJP GUJARAT NEWS

પાટણ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌપ્રથમવાર સૌથી નાનીવયના જિલ્લા પ્રમુખ તરીકે માત્ર 24 વર્ષના હેતલબેન ઠાકોર ચૂંટાયા છે.તેઓ જિલ્લા પંચાયતના 12માં પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેઓ ગ્રેજ્યુએટ છે.જયારે ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી મૂળ સરસ્વતીના સાણોદર ગામના છે. 3 ટર્મ સરપંચ તરીકે રહી ચૂક્યા છે તેમના માતા પાટણ તાલુકા પંચાયતમાં સદસ્ય રહી ચૂક્યા છે આજરોજ પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે નવનિયુક્ત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારીનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલ રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *