સુરત ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં બારડોલી વિધાનસભાના કોંગ્રેસના માજી ધારાસભ્ય શ્રી અને સુરત જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ,ગુજરાત સરકારના માજી મંત્રીશ્રી તેમજ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશના સંગઠન મંત્રી શ્રી પ્રવીણભાઈ રાઠોડ, તેમજ તેમના 500 થી વધુ કાર્યકર્તાઓ આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા.
આ કાર્યક્રમમા રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ તેમજ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.