ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમા સાબરકાંઠા લોકસભા નુ બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણીમા જીતવા માટે આયોજન અને લોકસપર્ક તેમજ મોદી સાહેબને જીતાડવા માટે જાનની બાજી લગાડવા તત્પર હોય છે એટલે ગુજરાતમા અને દેશમા સત્તા પર છીએ. સત્તા પ્રાપ્ત કરી તેના માધ્યમથી જનતાની સેવા કરવીએ ભાજપના કાર્યકર્તાઓનો હેતુ છે એટલે લોકોના મનમા ભાજપ માટે વિશિષ્ટ વિશ્વાસ છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભામા ભાજપનો ભવ્ય વિજય થયો છે તેની પાછળ મોદી સાહેબની લોકપ્રિયતા, અને હુ છુ મોદીનો પરિવાર કહેવાવાળા મોદી પરિવારના લોકો મોદી સાહેબને મત આપે છે. બીજો શ્રેય દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબને ફાળે જાય છે કે તેમને જીતી શકે તેવા જ ઉમેદવારોને ચૂંટણીમા ઉભા રાખ્યા હતા તેમજ ત્રીજુ કારણ કાર્યકર્તાઓની અથાગ મહેનત અને પ્રજાના અતૂટ વિશ્વાસને કારણે જીત મેળવી શકયા છીએ. લોકસભાની ચૂંટણીમા કોઇ કચાસ ન રહે તેનુ ધ્યાન રાખવાનુ છે. બૂથ પ્રમુખોએ મતદાન દિવસે વધુમા વધુ મતદાન થાય તેવો પ્રયાસ કરવાનો છે. લોકસભા ચૂંટણીમા ભાજપના ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે તેવા મક્કમતાથી પ્રયાસ કરવાનો છે.
લોકસભાના ઉમેદવારશ્રી શોભનાબેન બારૈયાએ સંબોધન કરતા જણાવ્યું કે ભારતને વિકસીત બનાવવા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત પરિશ્રમ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીમા વધુમા વધુ મતદાન થાય તે દિશામા પ્રયાસ કરવાના છે. એક વોટની તાકાતથી આજે ભારત આત્મનિર્ભર બની રહ્યો છે અને મંદિરોના જીણોદ્ધાર થઇ રહ્યા છે. આજે દેશની જનતા પણ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો સંલ્પ કર્યો છે.
આ કાર્યક્રમમાં લોકસભા ક્લસ્ટર પ્રભારી શ્રી બાબુભાઈ જેબલિયા, લોકસભાના પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, લોકસભાના સંયોજક શ્રી જે. ડી. પટેલ, લોકસભાના ઉમેદવાર શ્રી શોભનાબેન બારૈયા, અરવલ્લી જીલ્લાના પ્રભારી શ્રી રાજુભાઇ શુક્લ, સાબરકાંઠાના પ્રભારીશ્રી ગજેન્દ્રસિંહ સક્સેના, અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, સાબરકાઠા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રીશ્રી ભિખુસિંહ પરમાર, ધારાસભ્યશ્રીઓ શ્રી પી. સી. બરંડા, શ્રી ધવલસિંહ ઝાલા, શ્રી વી. ડી. ઝાલા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા મહામંત્રીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.