ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, પેજ સમિતિના પ્રણેતા તેમજ યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના અધ્યક્ષસ્થાને મહેસાણા ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું. આ કાર્યક્રમમા જિલ્લા પ્રમુખશ્રી ગીરીશભાઇ રાજગોરે સ્વાગત પ્રવચન કર્યુ.
પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, વિઘાનસભામા કાર્યકર્તાઓની તાકાતને કારણે મે 182 બેઠકો પ્રાપ્ત કરીશુ તેમ કહ્યુ હતું પરંતુ 156 બેઠકો આપણને મળી છે. 26 બેઠકો આપણે નજીવા મતે ગુમાવવી પડી છે. કોંગ્રેસ કરતા 88 લાખ વઘારે મળ્યા પરંતુ 26 બેઠકો પર આપણે નજીવા મતના કારણે ગુમાવી પડી અને હવે લોકસભાની ચૂંટણી આવી છે દેશમા મોદી સાહેબની લહેર ચાલી રહી છે. ગુજરાતમા તમામ બેઠકો પર આપણે પાંચ લાખથી વઘુની લીડ મેળવવા કમર કસવાની છે.
શ્રી પાટીલજીએ બૂથ પ્રમુખોને જણાવ્યું કે, બૂથ પ્રમુખોએ તેમની પેજ સમિતિના સભ્યોનુ મતદાન થાય તે માટે ચોક્સાઇ રાખવાની છે. બૂથ પ્રમુખોએ વધુમા વધુ મતદાન થાય તે દિશામા પ્રયાસ કરવાનો છે. મોદી સાહેબે દેશના ખેડૂતોની આવક વધે તેમજ ખાતરના ભાવ વધે નહી સરળતાથી ખાતર મળે તે દિશામા કામ કર્યુ છે. આવનાર પેઢીના ભવિષ્ય માટે મોદી સાહેબને મત આપવાનો છે.કોંગ્રેસના આ બેઠક પર કોઇ ઉમેદવાર મળતો નથી જો મળે તો એવી ખો બોલવજો કે ફરી કોંગ્રેસને આ બેઠક પર ઉમેદવાર ન મળે.બૂથ પ્રમુખોની તાકાત પર મને વિશ્વાસ છે તે વિરોધી ઉમેદવારની ડિપોઝીટ જપ્ત કરાવશે.
મહેસાણા લોકસભાના ઉમેદવારશ્રી હરિભાઇએ સંબોધન કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ મહેસાણા લોકસભાની ઉમેદવારી કરવાની તક આપી છે ત્યારે મારા જેવા નાના કાર્યકર્તાને મોટી જવાબદારી આપવા બદલ પાર્ટીના મોવડી મંડળ સહિત સૌનો આભાર વ્યકત કરુ છું. કેન્દ્ર સરકારની દરેક યોજનાનો લાભ જનતાને મળ્યો છે તેનાથી જનતાને સરકારના કાર્યો પ્રત્યે સંતોષ છે. મહેસાણામા વિકાસના કાર્યો વધે તે દિશામા મારા પ્રયત્નો રહેશે.
મહેસાણા વિજાપુર પેટાચૂંટણીના ઉમેદવારશ્રી સી.જે ચાવડાએ સંબોધન કરતા જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમા આ વખતે એનડીએને 400 થી વધુ બેઠકો પ્રાપ્ત કરી ફરી એક વાર મોદી સાહેબ વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ છે. ગુજરાતમા દરેક બેઠક પર ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાનો સંકલ્પ આપણને પ્રદેશ અધ્યક્ષે સી.આર.પાટીલજીએ સૌ કાર્યકર્તાઓને આપ્યો છે. વિજાપુર વિઘાનસભાની પેટા ચૂંટણીમા ગુજરાત હાઇકમાન્ડે મારા પર વિશ્વાસ મુકી ઉમેદવાર બનાવ્યો છે ત્યારે હું વિશ્વાસ અપાવુ છે કે મહેસાણા જિલ્લાની બેઠક પાંચ લાખથી વઘુના મતોથી જીતીશું.
આ કાર્યક્રમમા પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ,પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, લોકસભાના ક્લસ્ટર પ્રભારીશ્રી બાબુભાઇ જેબલીયા,રાજયનામંત્રીશ્રી રૂષીકેશભાઇ પટેલ, લોકસભાના પ્રભારીશ્રી સંજયભાઇ દેસાઇ, જીલ્લાના પ્રભારી અને પુર્વ ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોષી, ગાંઘીનગર જિલ્લાના પ્રમુખશ્રી અનીલભાઇ પટેલ,લોકસભાના સંયોજક શ્રી જયશ્રીબેન પટેલ,સાંસદશ્રી શારદાબેન પટેલ,લોકસભાના ઉમેદવારશ્રી હરિભાઇ પટેલ,શ્રી સાગરભાઇ રાયકા,ધારાસભ્યશ્રીઓ શ્રી સુખાજી ઠાકોર,શ્રી કરશનભાઇ સોલંકી,શ્રી મુકેશભાઇ પટેલ,શ્રી કે.કે પટેલ,શ્રી જે.એસ.પટેલ, પુર્વ ધારાસભ્યશ્રી નારણકાકા,શ્રી રમણભાઇ પટેલ સહિત મોટી સંખ્યામા જિલ્લાના તેમજ પ્રદેશના હોદ્દેદારશ્રીઓ તેમજ બૂથ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.