પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના માંગરોળ ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ યાત્રા યોજાઇ હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી ગૌરવ યાત્રામાં આદિવાસી સમાજના ભાઇ–બહેનો સાથે ચાલતા ચાલતા યાત્રામાં જોડાયા હતા.
ગૌરવ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ જય જોહાર ના નાદ સાથે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ખુબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઇ–બહેનો ગૌરવ યાત્રામાં જોડાયા છે. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજંયતિ નિમિત્તે દેશભરમાં ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ 15મી તારીખે આપણી સાથે ગૌરવ યાત્રાના કાર્યક્રમમા ઉપસ્થિત રહેવાના છે. ગૌરવ યાત્રા અંબાજી થી ઉમરગામ યોજાઇ રહી છે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે અંબાજીથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. 2 રથ ,14 જિલ્લા અને 56 તાલુકાના આદિવાસી વિસ્તારમાં યાત્રા પરિભ્રમણ કરશે. 15 તારીખે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, ભગવાન બિરસામુંડાજીએ માત્ર 25 વર્ષની ઉમંરે અંગ્રેજોને આપણી ઘરતી પરથી ખદેડવામાં સફળ રહ્યા હતા. આપણા દેશને આઝાદ કરવામાં દેશના વડિલોએ કેટકેટલો સંઘર્ષ કર્યો છે આદિવાસી સમાજના વડવાઓએ આજે પણ આદિવાસી વારસો જીવંત રાખવાનું કામ કર્યુ છે. આખા દેશમાં ભગવાન બિરસામુંડાજીનો ગૌરવ દિવસ ઉજવવાનો સંકલ્પ આપણને આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપ્યો છે તે બદલ તેમનો આભાર વ્યકત કરીએ. આજે ગૌરવ યાત્રામાં યુવાનો–મહિલાઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. ગૌરવ યાત્રામાં રાજય સરકાર તરફથી સેવા સેતુ કેમ્પની વ્યવસ્થા કરીને કોઇ પણ વ્યક્તિ સરકારની યોજનાથી વંચિત ન રહે તેનુ ધ્યાન રાખવામાં આવ્યું છે. આદિવાસી સમાજના વડવાઓ અને સમાજનુ પારંપારિક ભોજનની પ્રદર્શની યોજવામાં આવી છે જેથી આજની યુવા પેઢી જાણે કે આદિવાસી સમાજના ભાઇ–બહેનો વર્ષો પહેલા શુ જમતા હતા. આજે હું અને મારી ટીમ આદિવાસી સમાજના ભાઇના ઘરે રોટલા જમાવાનું આયોજન કર્યુ છે.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, ખ્રિસ્તીઓની મનોજાળમાં ન ફસાવ તેની તકેદારી રાખજો. જેટલા ધર્મ છે તેમાં સૌથી સારો ધર્મ આપણો છે. આપણે સૌ એ આપણા પુર્વજો પર અતૂટ શ્રદ્ધા રાખવી જોઇએ. ધર્મ સંસ્કૃતિ અને પરંપરાને ભુલવાથી આપણા સમાજની ઓળખ ભુલાઇ જશે, જયા સુધી ધરતી અને આકાશ રહે ત્યા સુઘી આ પરંપરા ન ભુલાય તેની ચિંતા ભાજપની સરકાર કરી રહી છે. આદિવાસી સમાજની અંદર નિર્દોષતા છે, કોઇના માટે કટુતા હોતી નથી. અત્યારે 14 જિલ્લાની અંદર 56 તાલુકામાં સાધુના વેશમાં બહુરૂપિયા ફરી રહ્યા છે. મારા આદિવાસી સમાજના ભાઇ–બહેનો ભોળા છે, નિર્દોષ છે એટલે બહુરૂપિયા સાધુ તમારા આંગણે આવે તો તેને ઓળખજો અને કહેજો કે અમારી જોડે ભગવાન બિરસામુંડા છે, અમારી જોડે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અમારી જોડે છે. બહુરૂપિયા સાધુઓને જાકારો આપજો.ભગવાન બિરસામુંડાજીને આઝાદીના 75 વર્ષ પછી સૌથી મોટુ સન્માન કોઇએ આપ્યુ હોય તો તે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપ્યું છે. આદિવાસી સમાજના યુવાનો ઉચ્ચ અને સારુ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેની ચિંતા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરી છે. આપણા વારસાને સાચવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.
ગૌરવ યાત્રામાં રાજયના મંત્રીશ્રીઓ શ્રી નરેશભાઇ પટેલ, શ્રી ઇશ્વરભાઇ, શ્રીજયરામભાઇ, નાયબ દંડકશ્રી વિજયભાઇ, શ્રી ગણપતભાઇ વસાવા, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવિનીબેન પટેલ, પ્રવાસના ઇન્ચાર્જશ્રીઓ શ્રી ડો.ઋત્વીજભાઇ પટેલ, શ્રી સંદિપભાઇ દેસાઇ,આદી જાતી મોરચાના અધ્યક્ષશ્રી અર્જૂનભાઇ સહિત પ્રદેશ તેમજ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
