ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમા આહિર સમાજનુ સંમેલન કેશવફાર્મ ભાવનગર ખાતે યોજાયુ.આ કાર્યક્રમમા રધુભાઇ હુંબલે પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમા જયાં પણ આહિર સમાજ કે તમારા મિત્રો કે પરિવારજનો રહેતા હોય તેઓ ભાજપ તરફ મતદાન કરે તેની વિનંતી કરુ છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા મત આપવાનો છે. આ વખતે મોદી સાહેબે ગુજરાતમાં તમામ બેઠકો સાથે તમામ બુથમાં જીત મેળવવા હાંકલ કરી છે. આહિર સમાજને જે અપેક્ષા હતી તે પુર્ણ કરી વધુ ગૌરવ અપાવવાનુ કામ ભાજપ સરકારે કર્યુ છે. મોદી સાહેબે ભારતને વિકસીત કરવાનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવા ભાજપને મત આપવાનો છે. મોદી સાહેબ સૌના સાથ,સૌનો વિકાસ,સૌનો પ્રયાસ સાથે દેશનો વિકાસ કરી રહ્યા છે. આજે વિશ્વના દેશો પણ કહે છે કે મોદીની ગેરેંટી એટલે કામ થવાની ગેરંટી. આજે વિપક્ષોને પણ વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમા એનડીએની સરકાર બનવા જઇ રહી છે. ભાજપના સંકલ્પ પત્રમા 70 વર્ષથી વધુના ઉમંરના વડિલને પાંચ લાખ સુધીનો સારવારનો ખર્ચ આયુષ્યમાન કાર્ડ યોજનાથી મળશે તેની જાહેરાત કરી. છે. મોદી સાહેબે લોકસભા અને રાજયસભામા પણ 33 ટકા અનામત મહિલાઓને અપાવી ઇતિહાસ રચ્યો છે. આવનાર પેઢીના ભવિષ્યને સુરક્ષીત કરવા મોદી સાહેબને મત આપવાનો છે.
આ કાર્યક્રમમા પ્રદેશના મંત્રીશ્રી રઘુભાઇ હુંબલ, શ્રી પેથાભાઇ આહિર,શ્રી માયાભાઇ આહીર,ભાવનગર લોકસભાના ઉમેદવારશ્રી નિમુબેન બાંભણીયા,સાંસદશ્રી ભારતીબેન શિયાળ,શ્રી ભરતભાઇ બારડ,શ્રી કેશુભાઇ નાકરાણી, શ્રી કિરિટભાઇ હુંબલ, ધારાસભ્યશ્રીઓ સહિત આહિર સમાજના આગેવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.