ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના માર્દર્શનમાં ફરી એક વખત સંગઠન લક્ષી અને જનતાના હિતને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય ગુજરાત ભાજપા દ્વારા કરવામાં આવ્યો છે જે અંગે આજે તેમના નિવાસ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શ્રી સી.આર.પાટીલજીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. કાર્યકરો પક્ષમાં તેમની રજૂઆત કરી શકે તેનો અધિકાર છે. પાર્ટીમાં નવા કાર્યકરોને તક મળે અને અનુભવ મળે તે માટે મેયર,ડે.મેયર,સ્ટેન્ડિંગ કમિટિ,તાલુકા- જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દામાં નો રિપિટેશન અંગે એક મહત્વનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે .
શ્રી સી.આર.પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી કુલ મળીને 90.5 ટકા જેટલી બેઠકો જીતી છે તેના કારણે નવા લોકોને તક મળે તેમનામાં રહેલી ટેલેન્ટનો ઉપયોગ લોકહિત માટે થાય.સામાન્ય સીટ પર સામાન્ય ને જ જવાબદારી આપવી, દરેક કાર્યકર્તાની સિનિયોરીટી, કામ કરવાની પદ્ધતિ સહિતના પાસાને ધ્યાને રાખી જવાબદારી આપવામાં આવશે. આ નિર્ણયને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજય ચૂંટણી પસંદગી સમિતિમાં જાહેરાત કરવામાં આવશે જેથી જનતાની સેવા વધુ સારી રીતે કરવામાં સફળતા મળે.