પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ની વિશેષ ઉપસ્થિતિમાં અને યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં શ્રી કમલમ કોબા ખાતે પ્રદેશ યુવા મોરચાની પ્રદેશ કારોબારી તેમજ મંડળ સશક્તિકરણ કાર્યાશાળા યોજાઇ.

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ની વિશેષ ઉપસ્થિતિમાં અને યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં શ્રી કમલમ કોબા ખાતે પ્રદેશ યુવા મોરચાની પ્રદેશ કારોબારી તેમજ મંડળ સશક્તિકરણ કાર્યાશાળા યોજાઇ. આ કાર્યશાળા ઉદ્ઘાટન સત્રમાં પ્રદેશના સંગઠનના મંત્રીશ્રી રત્નાકરજી તેમજ પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી વિનોદભાઇ ચાવડા, શ્રી રજનીભાઇ પટેલ તેમજ પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ,યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા શ્રી અર્પિતાજી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ યુવા મોરચાને અભિનંદન પાઠવતા કહ્યુ કે, યુવા મોરચાને જે પણ કાર્ય સોંપ્યું તે કાર્ય તેમને સફળતા પુર્વક પુર્ણ પાડયું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે યુવા લક્ષી યોજનાઓ દ્વારા ભારતભરમાં દરેક યુવાન સાથે સતત સંપર્કમાં રહ્યા છે. યુવા મોરચાના કાર્યકર્તાઓએ સરકારની દરેક યોજનાઓ બુથ સુધીના સામાન્ય લોકો સુઘી પહોંચાડવાનું કામ હાથ ધરવાનું છે.

શ્રી પાટીલજીએ જણાવ્યું કે, લોકસભાની આગામી ચૂંટણીમાં 26 બેઠકોની હેટ્રીક જીત સાથે દરેક બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે તે પ્રકારે યુવા મોરચાના કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરે. યુવા મોરચાના કાર્યકર્તાઓ પોતાના બુથમાં જઇ બુથ મજબૂત કરવાનું કામ હાથ ધરે. પેજ કમિટિના સભ્યોનું ધરે ધરે જઇ સપંર્ક કરી તેમને સરકારના કરેલા કામોની વાત કરે.

યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા શ્રી અર્પિતાજીએ કાર્યશાળાને સંબોધતા જણાવ્યું કે, દેશના દરેક પ્રદેશમાં આ પ્રકારના મંડળ સશક્તિકરણ કાર્યશાળા યોજાનાર છે. આ મંડળ સશક્તિકરણ અભિયાન અંતર્ગત નવ દિવસ વિસ્તારક નિકળીને બુથનો સંપર્ક કરીને બુથ મજબૂત કરવાનું કામ હાથ ઘરવાનું છે. દરેક પ્રદેશના પદાધિકારીશ્રીઓ એક એક મંડળની જવાબદારી લઇ દરેક બુથમાં સપંર્ક અભિયાન હાથ ઘરશે.

પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ ચૂંટણી લક્ષી કાર્યો વિષય ઉપર યુવા મોરચાના પદાધિકારીઓને સંબોધતા કહ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટી પર સામાન્ય લોકોનો એક દ્રઢ વિશ્વાસ ઉભો થયો છે તે વિશ્વાસને જાળવી રાખવા માટે સરકાર કામ કરતી હોય છે. સંગઠનલક્ષી કાર્યો સાથે વિવિધ સરકારી યોજનાઓ થકી એક લોકસપંર્ક ઉભુ કરવાનું કામ યુવા મોરચાએ કરવું જોઇએ. આગામી લોકસભાની ચૂંટણીમાં યુવા મોરચાની ભૂમિકા સંગઠનલક્ષી કાર્યો માટે મહત્વની રહેશે.

રાજય સરકારના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ મંડળ સશક્તિકરણ કાર્યશાળામાં યુવા મોરચાને 2014 પહેલાનું ભારત અને 2014 પછીના વિકસીત ભારત વિશે વિસ્તૃત જાણકારી આપી. 2014 પહેલાની યુ.પી.એ સરકાર માત્ર ને માત્ર કૌભાંડો માટે ઓળખાતી હતી. 2014માં વિશ્વમાં યુપીએ સરકાર સમયે ભારત વિશ્વમાં ઇકોનોમી ફેઇલીયર ભારત હતું. આજે ભારત વિશ્વમાં ઇકોનોમીમાં ટોપ પર છે. 2014 પછી એફડીઆઇનું પ્રમાણ ખૂબ મોટા પાયે વધ્યુ છે. પંડિત નહેરુજીએ કહ્યુ હતું કે જ્યારે ભારતમાં ઘરે ઘરે શૌચાલય હશે ત્યારે ભારત એક વિકસીત દેશ તરીકે પ્રસ્થાપિત થશે અને અત્યારે પ્રધાનમંત્રી મોદીજીના સફળ પ્રયત્નોથી ગામડાઓમાં 100 ટકા શૌચાલય થઇ ગયા છે.

રાજયના ગૃહરાજયમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ બદલાતા ભારત પડકાર અને ભૂમિકા વિશે યુવા મોરચાના પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું. યુવા મોરચો ગમે તેવી પરિસ્થિતિમાં 365 દિવસ પાર્ટીની સુચના પ્રમાણે ગમે ત્યારે કામ કરવા સજ્જ હોય છે. યુવા મોરચાના કાર્યકર્તાઓએ અથાત પરિશ્રમ અને મહેનત માટે જો કોઇ રોલ મોડલ પસંદ કરવો હોય તો તે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે. આપણુ ગુજરાત વ્યવસન મુક્ત બનવવા યુવા મોરચાના કાર્યકરો સરકારની મદદ કરે.

શ્રી હર્ષભાઇ સંઘવીએ તેમનો યુવા મોરચાનો કાર્યકાળ યાદ કરતા ગદગદ થઇને જણાવ્યું કે, આજે જે લોકો જોડે યુવા મોરચામાં કામ કરવાની શરૂઆત મે કરી હતી તે લોકોની વચ્ચે આજે વાત કરવાની એક અલગ લાગણી અનુભવી રહ્યો છું.

યુવા મોરચાના પ્રમુખશ્રી ડો. પ્રશાંત કોરાટે કાર્યશાળાના સમાપન સત્રમાં યુવા મોરચાના પદાધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, મંડળ સશક્તિકરણના માધ્યમથી ગુજરાતભરમાં યુવા મોરચાનો એક એક કાર્યકર્તા બુથમાં જઇ પેજ સમિતિના દરેક સભ્યોની પ્રત્યેક્ષ મુલાકાત કરી તેને પાર્ટીમાં જોડવાના અભિયાનને વધુ તેજ બનાવવાનું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં યુવા મોરચાનો દરેક કાર્યકર્તા પોત પોતાની લોકસભા બેઠક પર પોતાના બુથને મજબૂત કરવાના કામને ઝડપથી કરવા હાંકલ કરી.

આ કાર્યશાળામાં પ્રદેશ યુવા મોરચાની ટીમ, જિલ્લાના પ્રમુખશ્રીઓ, મંડળ સશક્તિકરણના જિલ્લાના સહ ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *