ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના અધ્યક્ષતામા છોટાઉદેપુર જીલ્લા બૂથ પ્રમુખ સંમેલન યોજાયું. આ કાર્યક્રમમા જીલ્લાના પ્રમુખશ્રી ઉપેન્દ્રભાઇ રાઠવાએ સ્વાગત પ્રવચન તેમજ લોકસભાના ઉમેદવારશ્રી જશુભાઇ રાઠવાએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. વિઘાનસભામા 156 બેઠકો સાથે ભવ્ય વિજય કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ અને મોદી સાહેબના નેતૃત્વમા આપણને મળ્યો છે. બૂથ પ્રમુખે ચૂંટણી સમયે વધુમા વધુ મતદાન થાય તેવો પ્રયાસ કરવાનો છે. ચૂંટણી સમયે વડિલો કે દિવ્યાંગ ભાઇ–બહેનો મતદાન કરવા જઇ ન શકતા હોય તો તેમના માટે અધિકારીઓની સાથે વાત કરી ઘરે મતદાન થાય તે માટે પ્રયાસ કરજો. મોદી સાહેબે આ દેશમા ચાર કરોડ થી વધુ લોકોને ઘરનુ ઘર આપ્યુ છે. આયુષ્યમાન યોજનાથી ગરિબ દર્દીને પણ ઉત્તમ સારવાર મળી શકે છે અને ગુજરાતમા પાંચ લાખ રૂપિયા કેન્દ્ર સરકાર અને 5 લાખ રાજય સરકાર એમ મળી કુલ દસ લાખની સહાય મળે છે. કોરોનાના કપરા સમયમા દેશને એક નહી બે–બે રસીના ફ્રી ડોઝ આપ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના વિકાસમા ગરિબોનો પણ ભાગ હોય તે માટે ગરિબોને ગરિબિ રેખાથી બહાર લાવવા પ્રયાસ કર્યો છે. લોકસભા ચૂંટણીમા કાર્યકર્તાઓની પરિક્ષાનો દિવસ છે. છોટાઉદેપુરની બેઠક છ લાખ 30 હજાર મતથી જીતવા કાર્યકર્તાઓ સંકલ્પ કરે.
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા,કલસ્ટર પ્રભારીશ્રી પ્રદીપસિંહ જાડેજા,સાંસદશ્રી ગીતાબેન રાઠવા ,લોકસભાના ઉમેદવારશ્રી જસુભાઇ રાઠવા,નર્મદા જીલ્લાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ પટેલ,વડોદરા જીલ્લા પ્રમુખશ્રી સતીષભાઈ પટેલ ,પંચમહાલ જીલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ,ધારાસભ્યશ્રીઓ શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા ,શ્રી જયંતીભાઈ રાઠવા ,શ્રી અભેસિંહ તડવી,શ્રીમતી ડો દર્શનાબેન દેશમુખ ,શ્રી શૈલેષભાઈ મેહતા ,શ્રી ચૈતન્યસિંહ ઝાલા ,શ્રી જયદ્રથસિંહ પરમાર,જીલ્લા પ્રભારીશ્રીઓ,પૂર્વ સાંસદશ્રીઓ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ,પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.