પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ આજ રોજ અમરેલી જિલ્લા બૂથ પ્રમુખ સંમેલન યોજી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, પેજ સમિતિના પ્રણેતા ,નવસારી લોકસભાના ઉમેદવાર તેમજ યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામા આજરોજ અમરેલી જિલ્લા બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમા અમરેલી જીલ્લા પ્રમુખશ્રી રાજેશભાઇ કાબરીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમા લાઠીના ગુજરાત પ્રદેશ કોંગ્રસના પુર્વ મંત્રીશ્રી ઝવેરભાઇ રંઘોળીયા, અમરેલી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખશ્રી દેવરાજભાઇ બાબરીયા,શ્રી અભયભાઇ ડેર મોટી સંખ્યામા તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમા જોડાયા.

પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પ્રેરણાત્મક સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના હોય ત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ વઘારે છે. 2022ની વિઘાનસભામા કાર્યકર્તાઓની મહેનતને કારણે ભવ્ય જીત મળી છે પરંતુ લોકસભાની આ ચૂંટણીમા કોઇ કચાસ બાકી ન રહે તેની તકેદારી સૌ કાર્યકર્તાઓએ રાખવાની છે. વિઘાનસભાની ચૂંટણીમા કોંગ્રેસ કરતા ભાજપને 88 લાખ મતો વઘારે મળ્યા  છતાં અમુક  બેઠકો નજીવા મતથી હારી ગયા આ ભુલ ફરી ન થાય તેની તકેદારી રાખવાની છે. કાર્યકર્તાઓ તેમને સોંપલુ કામ નિષ્ઠા પુર્વક કરશે તો પાંચ લાખ કરતા વઘુ લીડ પ્રાપ્ત થશે તેનો વિશ્વાસ છે.

શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, આજે સરકાર અને સહકારમા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સેવા કરી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓએ સાબિત કર્યુ છે કે સત્તા પ્રાપ્તી માટે ચૂંટણી લડીએ છીએ અને સત્તા પ્રાપ્ત કરી સેવાકીય પ્રવૃતિ કરીએ છીએ અને એટલે જ ગુજરાતની જનતાને ભાજપના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે. બૂથ પ્રમુખોએ ચૂંટણીમા કેવી રીતે વધુ મતદાન થાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કોઇ પણ બૂથ ચૂંટણીમા માઇનસ ન રહે તેની તકેદારી રાખવાની છે. ખેડૂતોની આવક વધે,તેમને સરળતાથી ખાતર મળે તે દિશામા કામ કર્યુ છે. આજે મોદી સરકારમા મહિલાઓ સુરક્ષીત અને આર્થિક રીતે મજબૂત થયા છે આવા નેતાશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને વડાપ્રઘાન બનાવવાના છે.  આ ચૂંટણીમા દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતીશું તેવો વિશ્વાસ છે.

લોકસભાના ઉમેદવારશ્રી ભરતભાઇ સુતરીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી રાષ્ટ્ર માટેની ચૂંટણી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પાછલા દસ વર્ષમા વિકાસના ખૂબ કામ કર્યા છે. આવનાર પેઢીના ભવિષ્ય માટેની આ ચૂંટણી છે. આ લોકસભામાની ચૂંટણીમા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમા પાંચ લાખથી વધુની લીડ સાથે જીતીશું તેવો વિશ્વાસ છે.

              કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખશ્રી રાજેશભાઈ કાબરીયા,ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી,સાંસદશ્રી નારણભાઈ કાછડિયા,કલસ્ટર ઇન્ચાર્જશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,લોકસભાના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરીયા,નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા,ધારાસભ્યશ્રીઓ શ્રી મહેશભાઈ કસવાલા,શ્રી હીરાભાઈ સોલંકી,શ્રી જે.વી.કાકડિયા, શ્રી જનકભાઈ તળાવિયા,જીલ્લા મહામંત્રીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ,પૂર્વ સાંસદશ્રીઓ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *