ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, નવસારી લોકસભાના ઉમેદવાર તેમજ પેજ સમિતિના પ્રણેતા કે જેમના નેતૃત્વમા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનું સંગઠન મજબૂતાઇની સાથે દરેક ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઇ રહી છે તેવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી એક પછી એક જીલ્લામા બૂથ પ્રમુખના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે આજે જામનગર ખાતે તેમની અધ્યક્ષતામા જામનગર લોકસભા બૂથ પ્રમુખ સંમેલન યોજાયું.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સૌને રોજીંદા જીવનમા જીતના સંકલ્પ લેવા વિનંતી કરતા સંબોધન કર્યુ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી,જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા, પેટા ચૂંટણી તેમજ વિઘાનસભાની ચૂંટણીમા પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય કાર્યકર્તાઓના પરિશ્રમને કારણે થયો છે. વિઘાનસભાની ચૂંટણીમા ભાજપને 156 બેઠકો મળી તેમા પહેલો અધિકારી મોદી સાહેબનો છે કારણ કે તેમને જનતાનો વિશ્વાસ જીત્યો ત્યાર પછી દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબને જાય છે કે તેમણે જીતે તેવા ઉમેદવારને ચૂંટણી લડાવી અને ત્રીજો જશ જનતાને જાય છે કે તેમને ભાજપને મત આપ્યો ત્યાર બાદ કાર્યકર્તાઓને જાય છે કે તેમણે ભાજપ તરફ મતદાન કરાવવામા મહેનત કરી. મને કાર્યકર્તાઓની તાકાત પર વિશ્વાસ હતો એટલે જ વિઘાનસભાની ચૂંટણીમા 182 બેઠકોની જીતનો વિશ્વાસ રાખ્યો હતો.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, વિઘાનસભાની ચૂંટણીમા કોંગ્રેસ કરતા 88 લાખ મતની લીડ મળી પરંતુ 3 લાખ પાંચ હજાર મતને કારણે 26 બેઠકો હારી ગયા તે ભૂલ ન થવી જોઇએ. લોકસભાની ચૂંટણીમા કોઇ કચાસ ન રહે તેની કાર્યકર્તાઓ તકેદારી રાખે. શ્રાવણ મહિનામા મહાદેવજીને દૂધનો અભિષેક કરવામા આવે છે પરંતુ જો કોઇ વ્યક્તિ એમ વિચારે કે બધા દૂધ ચઢાવે છે તો હું જળ ચઢાવુ, તો કયા કોઇને ખબર પડવાની છે તો બીજા દિવસે મહાદેવજીને ફકત જળ જ ચડયું હોય, આમ કોઇ પર વિશ્વાસ ન કરવો, કાર્યકર્તાઓ ચૂંટણીમા તેમના ભાગે આવતુ દૂધ જ ચડાવજો પાણી ન ચડાવતા. કાર્યકર્તાઓને ફાળે આવેલુ કામ પ્રમાણીકતાથી કરજો. લોકસભા ચૂંટણીમા કોંગ્રેસને એક પણ બેઠક પર લીડ ન મળે તેનુ ધ્યાન રાખવાનુ છે. ભાજપમા સામાન્ય કાર્યકર્તાને પણ મોદી સાહેબે ચૂંટણીમા ઉમેદવાર બનાવ્યા છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, કોંગ્રેસના ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકે કાર્યકર્તાઓને સલાહ આપતા કહ્યુ કે જો આ વખતે ભાજપ જીતે તો આ છેલ્લી ચૂંટણી છે, તેમને પણ વિશ્વાસ છે કે હવે પછી નથી જીતવાના. ભાજપનો કાર્યકર્તા ઉમેદવારને જંગી લીડ સાથે જીતાડશે અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થાય તેવો પ્રયાસ કરવાનો છે. વડિલ કે દિવ્યાંગ મતદારો કે જેઓ મતદાન કરવા ન જઇ શકતા હોય તેમના માટે અઘિરકારી ઘરે જઇ મતદાન કારવી શકે તેની વ્યવસ્થા કરવી વિનંતી. બૂથ પ્રમુખો યોગ્ય રીતે નેતૃત્વ કરશે જો ચોક્કસ પણે 90 ટકા સુઘી મતદાન થશે અને ઉમેદવારની જંગી લીડ સાથે જીત થશે. જામનગરના કાર્યકર્તાઓમા ઇતિહાસ સર્જવાની તાકાત છે.
લોકસભાના ઉમેદવાર અને સાંસદશ્રી પૂનમબેન માડમે સંબોધન કરતા જણાવ્યું કે, આ લોકસભાની ચૂંટણી ઐતિહાસીક રહેવી જોઇએ કારણે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે.ગુજરાત રાજયના કાર્યકર્તાઓની જવાબદારી આ પ્રસંગે વધી જાય છે. આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે તેનો શ્રેય ભાજપના કાર્યકર્તાઓ અને ખાસ કરીને ગુજરાતના કાર્યકર્તાઓને ફાળે જાય છે. મોદી સાહેબના નેતૃત્વમા ગુજરાત દેશનુ ડેવલોપમેન્ટ એન્જિન બન્યુ અને આખા દેશને વિકાસની દિશા બતાવી આ પ્રકારની વ્યવસ્થા ઉભી ન કરી હોતો આજે કદાચ દેશ આટલો વિકસીત ન હોત. આજે આખો દેશ મજબૂતીથી કોંગ્રેસ મુક્ત થઇ રહ્યો છે. પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીનુ આહવાહન છે કે દરેક બેઠક પાંચ લાખથી વઘુની લીડ સાથે દરેક ઉમેદવાર જીતે તેને સફળ કરવા પ્રયાસ કરીએ. કોરોના કપરા સમયમા પણ કાર્યકર્તાઓએ જનતાની સેવા કરી છે. કામ અને વિકાસ ની વાત આવે ત્યા આપણને કોઇ પ્રશ્ન કરી શકે તેમ નથી.
આ કાર્યક્રમમા જામનગર જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, પ્રદેશના પૂર્વ અધ્યક્ષ શ્રી આર.સી.ફળદુ, રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુળુભાઇ બેરા,સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, જામનગર શહેર પ્રમુખ શ્રી ડૉ વિમલભાઈ કગથરા, દેવભૂમિ દ્વારકા ના પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી, ધારાસભ્યશ્રીઓ શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઈ અકબરી,જિલ્લા- શહેરના મહામંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, પૂર્વસાંસદશ્રીઓ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.