ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમા સર્વ સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ સુરત ખાતે યોજાયો.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, બહેનોનો પ્રેમ અને આશિર્વાદ મળ્યા છે તેના કારણે વર્ષ 2019ની ચૂંટણીમા સૌથી વધુની લીડ સાથે જીતવામા સફળતા મળી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના દસ વર્ષમા વિકાસના અનેક કાર્યો થયા છે અને જનતાએ જોયા છે તેના કારણે ફરી એક વખત મોદી સાહેબને દેશની જનતા વડાપ્રધાન બનાવવા માંગે છે. દેશમા આજે મહિલાઓ સુરક્ષીત હોવાનો અનુભવ કરે છે, મહિલાઓ આજે આર્થિક રીતે સક્ષમ થાય તેવા પ્રયત્ન મોદી સાહેબે કર્યા. આજે દેશની બહેનો દેશની સુરક્ષા કરી રહી છે. મહિલાઓને લોકસભા અને રાજયસભામા 33 ટકા અનમાત અપાવવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે. દેશના યુવાનો પર મોદી સાહેબે વિશ્વાસ બતાવ્યો છે અને તેમને વગર વ્યાજની લોન મળે તે માટે જામિન પણ બન્યા છે. મોદી સાહેબે દેશના ખેડૂતોને સરળતાથી ખાતર મળે, પાકનો સારો ભાવ મળે તેમજ ખેડૂતોના ખાતામા સિઘા રૂપિયા જમા થાય તેવી વ્યવસ્થા કરી છે. દેશમાથી મોદી સાહેબે ગરિબિ દુર કરવાનો પ્રયાસ કર્યો છે. દેશની પેઢીના ઉજ્વળ ભવિષ્ય માટે મોદી સાહેબને મત આપવાનો છે. મતદાનના દિવસે વધુમા વધુ મતદાન થાય તેવો પ્રયાસ કરજો.
આ કાર્યક્રમમા શહેર ના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી એમ.એસ.પટેલ, ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, શહેર મહામંત્રીશ્રીઓ શ્રી કિશોરભાઈ બિંદલ, શ્રી કાળુભાઈ ભીમનાથ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠી, પદાધિકારીશ્રીઓ તેમજ કોર્પોરેટરશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા