ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, નવસારી લોકસભાના ઉમેદવાર તેમજ સાંસદ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમા ખેડૂત સ્નેહ મિલન કાર્યક્રમ નવસારી ખાતે યોજાયો.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું કે, ખેડૂતોનુ સંગઠન કેવુ હોવુ જોઇએ એ જો શિખવુ હોય તો તે નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતોને મળવુ પડે.પોતાની માંગણી પુરી કરવા મક્કમ છતા આંદોલનને બદલે સરકાર સાથે સમન્વય કરીને માંગણી રજૂ કરવી અને તેના સારા પરિણામ મેળવવા તેનુ ઉદાહરણ ખેડૂતોએ પુરુ પાડયુ છે. ખેડૂતો ને અન્યાય ન થાય,ખેડૂતો માટે કરી બતાવવાની ભાવના શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારથી તે દિશામા કાર્યો કર્યા છે. કોંગ્રેસના સમયમા ખાતર માટે ખેડૂતો પર લાઠીચાર્જ થતો, ગોળીબાર થતો પરંતુ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર સરળતાથી મળે અને તેમના પાકની આવક ડબલ થાય તે દિશામા કાર્યકર્યુ છે તે માટે આપણે સૌએ તેમનો આભાર વ્યકત કરવો જોઇએ. દેશ મા જરૂરિયાત મંદ લોકો માટે જેને સરકારની યોજનાની જરૂર છે તેના માટે મોદી સાહેબે દરેક સરકારી યોજનાનો લાભ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને દેશમાથી 25 કરોડ લોકોને ગરિબી રેખાથી બહાર લાવ્યા છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, ખેડૂતોને લાભ થાય તેવી યોજના શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે બનાવી અને ખેડૂતોને યોજનાના લાભ માટે કોઇ પાસે લાચારી ન સહન કરવી પડે તે માટે સિઘા તેમના ખાતામા કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂપિયા જમા કરવામા આવે છે. ખેડૂતોના હિત માટે જો કોઇ સરકારે કામ કર્યુ હોય તો તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારે કર્યુ છે. મોદી સાહેબે મહિલાઓને સશક્ત બનાવવાનુ તેમજ આર્થિક રીતે સક્ષમ બનાવવાનુ કામ કર્યુ છે. આજે લોકસભા અને રાજયસભામા પણ 33 ટકા અનામત મળે તે માટે ઐતિહાસીક નિર્ણય કર્યો છે. યુવાનો આત્મનિર્ભર બને અને જોબ સિકર નહી જોબ ગીવર બને તે માટે વગર વ્યાજની લોન આપવાની યોજના જાહેર કરી છે. મોદી સાહેબ યુવા,મહિલા,ખેડૂત અને ગરિબો માટે કામ કરી રહ્યા છે. પીએમ મીત્ર પાર્ક થકી નવસારી જીલ્લાના કોઇ યુવાનોને રોજગારી માટે બહાર નહી જવુ પડે. ઐતિહાસીક સ્થળ દાંડીયાત્રા માટે મોદી સાહેબે 150 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી જેથી હવે પર્યટન ને વેગ મળશે. લોકસભા ચૂંટણીમા ભાજપ તરફ જંગી મતદાન કરી મોદી સાહેબનો વિશ્વાસ મજબૂત કરીએ. નવસારીનો રેકોર્ડ જાળવી રાખવાની જવાબદારી આપ સૌની છે.
આ કાર્યક્રમમા નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ખેડૂત સમન્વય સમિતિના પ્રમુખ શ્રી મિતેશભાઈ પટેલ,ધારાસભ્યશ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ ,શ્રી રાકેશભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ પટેલ,પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા,પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની,જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, સુરત જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, પદાધિકારીશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત ખેડૂત સમન્વય સમિતિના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.