પ્રેસનોટ- 2730/11/2024 તા.23-11-2024
પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં વાવ વિઘાનસભા પેટા ચૂંટણીમા ભાજપની જીત થતા સૌ કાર્યકર્તાઓ,આગેવાનો અને મતદારોને અભિનંદન પાઠવ્યા.
—-
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશમા જે રીતે વિકાસના કાર્યો થઇ રહ્યા છે તેનો લાભ મહારાષ્ટ્રને પણ મળશે તેવો વિશ્વાસ છે.
– શ્રી સી.આર.પાટીલ
—-
વાવના મતદારોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર અને વિકાસને પ્રાધાન્ય મળે તે માટે ભાજપના ઉમેદવારોને જીતાડ્યા છે. – શ્રી સી.આર.પાટીલ
—-
પેટા ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીના પાવરના સ્વાદે માવજીભાઇ પટેલને ધૂળ ચાટતા કરી દીધા. – શ્રી સી.આર.પાટીલ
—-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, આજ રોજ મહારાષ્ટ્ર ,ઝારખંડ સહિત ઘણા રાજયોમા પેટા ચૂંટણીનુ પરિણામ જાહેર થયું છે જેમા મહારાષ્ટ્રમાં જંગી બહુમતી સાથે જીત મળી છે અને ગુજરાતમાં પણ વાવ વિઘાનસભા પર ભાજપનો વિજય થતા સુરત ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પત્રકાર પરિષદને સંબોધી હતી.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ છે કે આ વખતે ન કોઇ બટા ન કોઇ કટા.કટેગે તો બટેગે એ સુત્ર દેશની એકતાઅને વિકાસનું હતું કે જો બટોગે તો દેશના વિકાસમાંથી પણ તમે કપાઇ જશો અને આ મુદ્દાને મતદારોએ સ્વીકારી ભાજપને જંગી જીત અપાવી છે. મહારાષ્ટ્રના અને ગુજરાતમા વાવ પેટા ચૂંટણીમા મતદારોએ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ પર વિશ્વાસ મુક્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના કાર્યકર્તાઓએ મતદારો પર વિશ્વાસ સંપાદન કરી શક્યા તેનુ પરિણામ મળ્યું છે. ગુજરાતમા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં થયેલ વિકાસના કાર્યો તેમજ બનાસકાંઠાના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ કરેલ મહેનતનુ પરિણામ મળ્યું છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે વાવની ચૂંટણીમા ભાજપ માથી એક વ્યક્તિને ત્રીપાખીયા જંગ માટે ઉભા રાખ્યા હતા. પેટા ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીના પાવરના સ્વાદે માવજીભાઇ પટેલને ધૂળ ચાટતા કરી દીધા.કોંગ્રેસના લોકસભામા જીતેલા ઉમેદવાર લોકસભા ચૂંટણીમા ચાલુ ધારાસભ્ય હોવા છતા વાવના મતદારોએ તેમને નકાર્યા.વાવના મતદારોએ લોકસભાની ચૂંટણીમાજ કોંગ્રેસથી નારાજ થઇ મતદાન કર્યુ હતું. આ વખતે પણ વાવના મતદારોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર અને વિકાસને પ્રાધાન્ય મળે તે માટે ભાજપના ઉમેદવારોને જીતાડ્યા છે તે માટે વાવના મતદારોનો આભાર વ્યકત કરુ છું. પેટા ચૂંટણીમા જે પણ કાર્યકર્તાઓ અને આગેવાનોએ મહેનત કરી છે તેમને અભિનંદન પાઠવું છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, મહારાષ્ટ્રમા ભારતીય જનતા પાર્ટીએ અકલ્પનીય જીત મેળવી છે.કોંગ્રેસ,એનસીપી અને શિવસેના ત્રણેય સામે હવે અસ્તિત્વનો સવાલ આવીને ઉભો છે. આ ત્રણેય પાર્ટીએ હારથી પાઠ શિખવો જોઇએ કે લોકોને વિકાસમા રસ છે. દેશના હિતને નુકશાન થાય તે પ્રકારના નિવેદન થતા હોય ત્યારે મતદારો તેમને જવાબ ચોક્કસ આપે છે અને મહારાષ્ટ્રના મતદારોએ ભાજપને જંગી જીત અપાવી છે તે બદલ આભાર વ્યકત કરુ છું. મહારાષ્ટ્ર ચૂંટણીમા કાર્યકર્તાઓ અને આગેવાનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના માર્ગદર્શનમા કામ કર્યુ તેના કારણે જંગી જીત મેળવી છે તે બદલ સૌને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા દેશ જે રીતે વિકાસના કાર્યો કરી રહ્યુ છે તેનો લાભ મહારાષ્ટ્રને પણ મળશે તેવો વિશ્વાસ છે.
ડૉ.યજ્ઞેશ દવે
(પ્રદેશ મિડિયા કન્વીનર)