પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ સુરતના બારડોલી ખાતે સુરત જિલ્લા અને તાપી જિલ્લાનો અભિવાદન સમારોહ યોજાયો.

BJP GUJARAT NEWS સુરત

પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ ઉનાઈ માતાજીના ચરણોમાં વંદન કરી સંબોધન કરતા જણાવ્યું કે, દક્ષિણનો કે સુરતનો વ્યક્તિ ખુશ મિજાજમાં ન હોય તેવું કોઇદિવસ ન બને. તકલીફોની વચ્ચે સદાય હસતો ચહેરો અને વાતમાં પ્રેમાળ અને ભાવ દેખાય તેવા કાર્યકર્તાઓને મળવાનો આ અનેરો લ્હાવો છે. સુરતનું જમણ અને કાશીનું મરણ તેવી કહેવત છે પરંતુ આજે દક્ષિણનો પ્રેમરૂપી સ્વાદ ગાંધીનગર અને દિલ્લી સુધી પહોંચ્યો છે. પ્રદેશ અધ્યક્ષનું બળ શરીરના તમામ અંગો સમાન સૌ કાર્યકર્તાઓ છે. જવાબદારી કે પદ નાનું હોય કે મોટું હોય, પેજ સમિતિના સભ્ય થી માંડીને બુથ પ્રમુખ કે જિલ્લા પ્રમુખ તમામ કાર્યકર્તાઓનું સ્થાન હૃદયમાં એક સમાન છે. સુરતમાં જનસંઘના કાર્યકર્તાઓનું સ્મરણ કરતા કહ્યું કે, ૧૯૭૫માં જનસંઘ તરફથી સુરતની પૂર્વી વિધાનસભા સીટની જીત એ દક્ષિણની સૌથી મોટી સફળતા હતી. દક્ષિણે અત્યારસુધી બે સફળ પ્રદેશ અધ્યક્ષ ભાજપને આપ્યા છે, એક શ્રી કાશીરામ રાણા અને બીજા નવસારીના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલજી. જિલ્લા પ્રમુખશ્રીઓને સફળ કાર્યક્રમના અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ ભારતીય જનતા પાર્ટી અને જનસંઘના ભૂતપૂર્વ આગેવાનોને યાદ કરી વધુમાં જણાવ્યું કે, લગભગ ૨૯ વર્ષ પહેલા છેલ્લે બેસતો પાર્ટીના સેવા કાર્યમાં જોડાતો હતો, આજે ખભા ઉપર બેસાડીને પ્રદેશ અધ્યક્ષની સફર સુધી પહોંચાડવા માટે સૌથી મોટો ફાળો હજારો કાર્યકર્તાઓનો છે. સમગ્ર દેશ સરદાર સાહેબની ૧૫૦મી જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે ખેડૂતોન અધિકાર માટે લડત આપનાર સરદાર પટેલ સાહેબને સરદારનું બિરુદ આ ક્ષેત્રમાંથી મળ્યું. ખેડૂતોના હિત માટે અહિંસક લડત ચલાવી તે કોઈ નાની ઘટના નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી સરદાર સાહેબને સાચી શ્રધાંજલિ આપી છે. ૧૯૩૮માં બ્રિટિશ સરકારની ગુલામીમાંથી ભારતને મુક્ત અંગેની આઝાદીની ચળવળમાં ભારતના યુવાનોને “તું મુજે ખૂબ દો, મે તુમ્હે આઝાદી દુંગા” સૂત્ર સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું ૫૧ મુ રાષ્ટ્રીય અધિવેશન સુરત જિલ્લાના બારડોલીના હરિપુરા ગામેથી થયેલ અને પૂર્ણ સ્વરાજનો નારો પણ અહીંયાથી બુલંદ થયો હતો. ૩૭૦ની કલમ હટાવવાનો શ્રેય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આધુનિક યુગના બીજા સરદાર દેશના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબને જાય છે.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, પશુપાલકો, ખેડૂતોને સારા પોષણયુક્ત ભાવ મળી રહે તે માટે સુમુલ ડેરી કાર્યરત છે. ગામડાની તમામ મંડળીઓ અને તમામ ખેડૂતો મજબૂત થાય તે માટે કેન્દ્રની સરકાર સતત ચિંતા વ્યક્ત કરે છે, આ દેશનો ખેડૂત અને પશુપાલક મજબૂત થશે તો ગામ મજબૂત થશે, ગામ મજબૂત થશે તો તાલુકા/જિલ્લા મજબૂત થશે અને રાજ્ય અને રાષ્ટ્ર મજબૂત થશે. સુમુલ ડેરી માત્ર સુરત નહીં બલ્કે અનેક રાજ્યોમાં સુમુલનું દૂધ પહોંચે છે. સુમુલની તમામ પ્રોડક્ટ્સ પણ તમામ છેવાડા રાજ્યો સુધી પહોંચે તે પ્રકારનું આયોજન સુરતના સહકારી આગેવાનોએ કર્યું છે. સુરતની જીવાદોરી સમાન સુગર ફેક્ટરી જ્યારે બંધ અવસ્થામાં હતી અને રાજ્ય સરકાર સમક્ષ સહાય માંગવામાં આવી હતી અને આદરણીય મોદી સાહેબે ૩૦ કરોડ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના સહયોગથી આજે સુગર ફેક્ટરી ધમધમી રહી છે અને ખેડૂતોને બીજા કરતા શેરડીના સક્ષમ ભાવ પણ આપવામાં આવે છે. સિંચાઈ કે પાણીની વ્યવસ્થા, આદિવાસી વિસ્તારનો વિકાસ, ગરીબોના આવાસની વ્યવસ્થા તમામ ક્ષેત્રે આદરણીય મોદી સાહેબની નેતૃત્વવાળી સરકાર સક્ષમ રહી છે. જાતિવાદ, પરિવારવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર તમામને ભારતીય જનતા પાર્ટીએ ઝાકરો આપ્યો છે અને મોદી સાહેબે ગુજરાત અને દેશને વિકાસની રાજનીતિની સૌથી મોટી ભેટ આપી છે. અંતે વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ માટે સૌને આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, બુથ સ્તરથી શરૂ કરી અમદાવાદ શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય તેમજ સહકાર વિભાગના મંત્રી તરીકે જવાબદારી અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ નિપૂણતાથી નિભાવી છે. ખેડૂતો તેમજ પશુપાલકો સહિત કરોડો લાભાર્થીઓને મંડળીઓ, સહકારી બેંકો તેમજ APMC થી મદદરૂપ થનાર શ્રી જગદીશભાઈને અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જ્યાં બુથ કક્ષાએથી પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રધાનમંત્રી સુધીની જવાબદારી નિભાવવાનો અવસર અને પ્લેટફોર્મ મળે છે તેનો સૌ કાર્યકર્તાઓને ગર્વ હોવો જોઈએ. આઝાદી પછી દેશને પ્રથમ પ્રધાનમંત્રી એવા મળ્યા જેમણે ઈન્ડિયાને “ભારત” બનાવવાનું જમીની કાર્ય કર્યું. આઝાદીના વર્ષો વીતી ગયા, અનેક પ્રધાનમંત્રી આવી ગયા પરંતુ, ૨૦૧૪ પછી આ દેશમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસન પછી પાકા મકાનમાં રહેવાનું ગરીબોનું સ્વપ્ન સાકાર એક માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કર્યું છે..

આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઇ બાવળિયા, જિલ્લા પ્રમુખશ્રીઓ શ્રી ભરતભાઈ, શ્રી સૂરજભાઈ, સાંસદશ્રીઓ શ્રી પ્રફુલભાઈ, મુકેશભાઈ, સુરત જિલ્લા પ્રભારીશ્રી ઉષાબેન, તાપી જિલ્લા પ્રભારીશ્રી મધુભાઈ, માંગરોળના ધારાસભ્યશ્રી ગણપતભાઇ, બારડોલી ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ, પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, સાધુસંતો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *