પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ઉપાધ્યક્ષ અને મતદાર ચેતના અભિયાનના ગુજરાતના પ્રભારીશ્રી રેખા વર્માજી તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફિયાજી, પ્રદેશના લીગલ સેલનાશ્રી રાજુભાઇ અય્યર,પ્રદેશના સહ પ્રવકતા શ્રીઓ શ્રી ડો.ભરતભાઇ ડાંગર, શ્રી ડો. રૂત્વીજ પટેલ તેમજ પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો. યજ્ઞેશભાઇ દવે અને પ્રદેશ સહ કન્વીનરશ્રી ઝુબીનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી ગોરધનભાઇ ઝડફીયાજીએ અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમ અંગે જણાવ્યું કે, દેશભરમાં 18 વર્ષથી ઉપરના નવા મતદારો નોંધાય તેમના માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે પરંતુ ભાજપ દ્વારા નવા મતદારોને નોંધવા અભિયાન ચલાવશે તે અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વર્કશોપ યોજાયો છે. મતદાર જાગૃતિ માટે ગુજરાત ભાજપ આગામી 21 તારીખે રાજયના તમામ જીલ્લામાં મતદાતા નોંધણી માટે વર્કશોપ શરૂ કરશે. આગામી 22,23 અને 24માં દરેક તાલુકા મંડળ પર આ કાર્યક્રમનો વર્કશોપ યોજાશે તેમજ 25 અને 26ના રોજ મુખ્યમંત્રી સહિત ચૂંટાયેલા સભ્યો તેમજ સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ બુથ પ્રમુખ ધરે ધરે જઇ મતદારોની નોંધણી કરશે. મતદારમાં નામ સુધારવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે. આ કાર્યક્રમ 31 તારીખ સુધી ચાલનાર છે. સાંસદો તેમના મતવિસ્તારમાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરશે જેમાં નવા મતદાર કેવી રીતે નોંધી શકાય, કે અન્ય ફેરફાર કરવા માહિતી આપશે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવા માટે નહી પરતુ સેવાકીય કાર્યો સાથે જોડાયેલી પાર્ટી છે.

શ્રી રેખાબેન વર્માએ જણાવ્યું કે, દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મતદારો નોંધાય તે માટે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. નવા મતદારો તેમના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે ભાજપા દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ અભિયાનમાં ભાજપા પાર્ટી સરકારી અધિકારીઓ સાથે જોડાઇ નવા મતદારોને જોડવાનું કામ પ્રદેશ, જીલ્લા અને મંડળ સ્તરે કરશે. આ અભિયાનમાં કાર્યકરો કેવી રીતે વધુમાં વધુ નવા મતદારોને જોડે તે માટે વર્કશોપ પણ યોજવામાં આવશે. દેશભરમાં વધુમાં વધુ નવા મતદારો જોડાય તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવશે. નવ યુવા મતદારો પહેલી વખત મત અધિકારીનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહીત કરવાનો પ્રયાસ ભાજપા દ્વારા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *