ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગત તારીખ 19 સપ્ટેમ્બર સોમવારના રોજ દિલ્હી ખાતે નવી સંસદ ભવનમાં વધુ એક ઐતિહાસીક બિલ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમાં રજૂ થયું છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્ર સરકારે મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદન બિલ લોકસભા અને રાજયસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સંસદમાં આ બિલ પસાર થયા પછી લોકસભા અને રાજયસભામાં 33 ટકા સિટો મહિલાઓ માટે અનામત રહેશે. આ બીલથી રાજકીય ક્ષેત્રે મહિલાઓની સંખ્યા વધે અને દેશના વિકાસમાં મહિલાઓ પણ વધુ યોગદાન આપી શકશે. રાજયના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ આ બિલને આવકાર્યુ છે અને રાજય અને દેશના વિકાસમાં મહિલાઓ વધુ યોગદાન આપી શકશે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હરહમેંશ મહિલા સશક્તિકરણ પર ભાર મુકાતા રહ્યા છે જે અંતર્ગત મહિલાઓ વધુ મજબૂત થયા તે માટે 33 ટકા મહિલા અનામતનું બિલ રજુ થયું છે આ અંતર્ગત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધીઓનીઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર માનવા તેમજ બિલને આવકારતો કાર્યક્રમ મહિલા મોરચા દ્વારા આજે સાંજે 06 કલાકે યોજાશે તેમજ રાજયના દરેક જિલ્લા/મહાનગરના કાર્યાલય તેમજ મંડળ સ્તરે પણ બિલને આવકારતો કાર્યક્રમ યોજાશે જેમાં જિલ્લાના તેમજ મંડળના હોદેદારો ઉપસ્થિત રહેશે.
નોંધ-આપશ્રી આપના પ્રતિષ્ઠિત ઇલેક્ટ્રોનિક/પ્રિન્ટમિડિયાના પ્રતિનિધિશ્રી/કેમેરામેનશ્રી ને દરેક જિલ્લામાં કવરેજ કરાવવા માટે હાજર રાખવા વિનંતી. દરેક જિલ્લા પ્રમુખશ્રીનો સંપર્ક કરવો.