ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ યુવા મોરચાના ઉત્તર ઝોનની બેઠક પ્રદેશના મહામમત્રીશ્રી રજનીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશના પ્રમુખશ્રી ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં મંડળના પ્રમુખ,જીલ્લા મહાનગરના હોદેદારશ્રીઓ તેમજ પ્રદેશના ઉત્તર ઝોનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝોનવાઇસ યુવા મોરચાની બેઠકો આગામી કાર્યક્રમ અંતર્ગત યોજાઇ હતી. આજની બેઠકમાં યુવા મોરચાના કાર્યકરો માટે વિવિધ કાર્યક્રમ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકના મુદ્દા અંગે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.પ્રશાંત કોરોટા મીડિયાને માહિતગાર કર્યા હતા.
શ્રી ડો.પ્રશાંત કોરાટે જણાવ્યું હતું, ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વિકાસપુરષુ એવા આપણા વૈશ્વિક નેતા અને સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો પ્રયાસનું સુત્ર આપનાર આપણા યશસ્વી અને કર્મઠ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્ત સેવાપંખાવાડીયામાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત જેમા રાજયભરમાં રકતદાન કેમ્પનું આયોજન થઇ રહ્યુ છે જેમાં 25 હજારથી વધારે બલ્ડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સ્વચ્છતા અભિયાન,નાના બાળકોને ભોજન ,વૃદ્ધાશ્રમોમાં વડિલોને ભોજન કરાવું તેમજ સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી શિક્ષણ કિટની વિતરણ સહિતના કાર્યક્રમ થઇ રહ્યા છે.
શ્રી કોરાટે વધુમાં જણાવ્યું હતું , આવનાર 25 સપ્ટેમ્બર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર માટે મહત્વનો છે કારણ કે 25 સપ્ટેમ્બર પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મજંયતિ છે આ દિવસે યુવા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં માં સોશિયલ મીડિયા સમિટ નું આયોજન થનાર છે. સોશિલ મીડિયા આવનાર સમયમાં મહત્વની ભૂમિક નિભાવનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરે તે માટે માર્ગદર્શન મળશે. સોશિયલ મીડિયા થકી કેન્દ્ર સરકાર અને રાજય સરકારની દરેક યોજના છેવાડાના માનવી તેમજ ગરિબ વ્યકિત સુધી પહોંચાડવા ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સમીટમાં માર્ગદર્શન આપવામાં આવશે.