આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે દહેગામ વિધાનસભા આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર શ્રી સુહાગભાઈ પંચાલ સહીત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલના હસ્તે ખેસ ધારણ કરી ભાજપામાં જોડાયા.
આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રવકતાશ્રી યમલભાઈ વ્યાસ,પ્રદેશ સહ પ્રવક્તા શ્રી હિતેન્દ્રભાઈ પટેલ,ગાંધીનગર જીલ્લા પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.