પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત રમતગમત સેલની બૃહદ બેઠક પ્રદેશ યોજાઇ.

BJP GUJARAT NEWS

આજ રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત રમતગમત સેલની બ્રૃહદ બેઠક પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ તેમજ સદસ્યતા અભિયાનના સહ ઇન્ચાર્જશ્રી તેમજ સાંસદશ્રી દિનેશભાઇ મકવાણા રમત ગમત સેલના સંયોજક શ્રી મનીષભાઇ પટેલની ઉપસ્થિતિમા યોજાઇ હતી. આ બેઠકમા ગુજરાતના એસોશિયેશન અને ફેડરેશનના 300 થી વધુ વિવિધ પદાધીકારીશ્રીઓ તેમજ રાષ્ટ્રીય અને આંતરારષ્ટ્રીય સ્તરે વિજેતા ખિલાડીઓ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બન્યા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા સેવાપડવાડીયામા વિવિધ રમતવિરો તથા રમત ગમત સેલના સભ્યો પક્ષમા વધુમા વધુ ખિલાડીઓને જોડવાનો પ્રયાસ કરશે.

આ કાર્યક્રમમા પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વડાપ્રધાન બન્યા પછી દેશ આજે રમત ગમત ક્ષેત્રે ખૂબ આગળ છે. ઓલમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં પણ આપણા દેશના ખિલાડીઓ મોટી સંખ્યામા વિજેતા બની રહ્યા છે. રમત ગમત ક્ષેત્રે આદરણીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક રમતમા ખિલાડીઓને ઉત્તમ સુવિઘા અને માર્ગદર્શન મળે તે માટે જરૂરી પ્રયાસો કર્યા છે જેનુ પરિણામ આજે આપણે જોઇ શકીએ છીએ. દેશનુ નામ ઉજ્વળ કરનાર ખિલાડીઓ આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે તે ખૂબ સારી વાત છે. આજે વિજેતા ખિલાડીઓથી દેશના યુવા રમતવિરો આદર્શ બની રહ્યા છે રમત ગમત સેલ દેશના યુવા રમતવિરોને વધુમા વધુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કેવી રીતે જોડાઇ શકે તે માટે વિસ્તૃત માર્ગદર્શન પણ આપ્યુ.

સાંસદ અને સદસ્યતા અભિયામન સેલના સહ ઇન્ચાર્જશ્રી દિનેશભાઇ મકવાણાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા દેશ આજે પાંચમા નંબરની અર્થવ્યવસ્થા બન્યુ છે અને ટુંક સમયમા ભારત વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે. રમત ગમત ક્ષેત્રે આજે દેશના યુવા ખિલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રયાસ કરી રહ્યા છે. આજે ક્રિકેટ સાથે અન્ય રમતવિરો સારુ પ્રદર્શન કરી શકે તે માટે ઉત્તમ સગવડ અને માર્ગદર્શન મળી રહ્યુ છે. આજે નાના – નાના રાજ્યો અને ગામડામાથી પણ સારા રમતવિરો દેશનુ નામ રોશન કરી રહ્યા છે આવા ખિલાડીઓ આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઇ રહ્યા છે તેમનો હ્રદયથી આભાર વ્યકત કરુ છું. રમત ગમત સેલ દ્વારા વધુમા વધુ રમતવિરો ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યો બને તેવા પ્રયાસ કરે અને ગુજરાત પ્રાથમિક સભ્ય બનાવવામા સૌથી અગ્રેસર બને તેવો પ્રયાસ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *