પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે કેન્દ્રિય બજેટ સંદર્ભે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજયના મંત્રીશ્રીઓ, નામાંકિત ચાર્ટડ એકાઉન્ટ, ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ,બિઝનેસમેન, અર્થશાસ્ત્રીઓ,શિક્ષણવિદો તબીબો અને સમાજના શ્રેષ્ઠીઓએ કેન્દ્રિય બજેટનું જીવંત પ્રસારણ નિહાળ્યું.

BJP GUJARAT NEWS અમદાવાદ
 ભારતીય જનતા પાર્ટી ગુજરત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં તેમજ માનનીય સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં રાજયના નામાંકિત અર્થશાસ્ત્રીઓ, શિક્ષણવિદ, ઉદ્યોગકારો, ચાર્ટડ એકાઉન્ટટન્ટ, તબીબો અને સમાજના શ્રેષ્ઠીઓ સાથે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ, કેન્દ્રિય નાણામંત્રીશ્રી નિર્મલા સિતારમણજી દ્વારા રજૂ થયેલ બજેટને સામુહિક રીતે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
         આદરણીયશ્રી પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વવાળી સરકાર દ્વારા રજૂ થયેલા બજેટને આવકારતા ભારતના સર્વાંગી વિકાસનો રોડ-મેપ ગણાવ્યું હતું તેમજ  ભારતના આર્થિક સામાજીક વિકાસની સાથે સાથે ગરિબ, યુવા,અન્નદાતા અને નારિશક્તિને સશક્ત કરતા આ બજેટને આવકાર્યુ હતું.
                બજેટની રજૂઆત બાદ તમામ શ્રેષ્ઠીઓ,ઉદ્યોગપતિઓ,અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદોએ બજેટને સમાજના દરેક વર્ગ યુવા,મહિલા,ખેડૂત અને ગરિબો માટે કલ્યાણકારી તેમજ વિશ્વની હાલની પરિસ્થિતિમાં ભારતને આર્થિક વિકાસતરફ દોરી જનારુ ગણાવ્યું તથા આ બજેટ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે એક અગત્યનો માઇલ સ્ટોન પુરવાર થશે તેવો મક્કમ નિર્ધાર વ્યકત કરી બજેટને આવકાર્યુ હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા સહિત પ્રદેશના સંગઠન  મહામંત્રીશ્રી રત્નાકરજી, રાજયના મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશભાઇ પટેલ, શ્રી પ્રવિણભાઇ માળી, શ્રી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મહામંત્રીશ્રી ડો.પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવકતાશ્રી ડો.અનિલભાઇ પટેલ કેન્દ્રિય બજેટ જનજાગરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઇ વકીલ  ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *