ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આજે રોજ કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ બજેટ અંગે આદરણીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકસીત ભારતના સંકલ્પને વધુ મજબૂત કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ આ બજેટને આવકાર્યું છે.
શ્રી પાટીલજીએ બજેટ અંગે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશમાં ચાર જાતિઓ પર ભાર આપ્યો છે જેમાં ગરીબ,યુવાન, મહિલા અને ખેડૂતોનો સમાવેશ છે. આ બજેટ આ ચાર સ્તંભને વધુ મજબૂત કરનારુ છે. આ બજેટ સબકા સાથ સબકા વિશ્વાસ ના સંકલ્પને કેન્દ્રમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. દેશવાસીઓના સ્વપ્ન અને આકાંક્ષાઓને પુર્ણ કરનારુ બજેટ છે. સર્વ સમાવેશી બજેટ રજૂ કરવા બદલ કેન્દ્રીય નાણાં મંત્રીશ્રી નિર્મલા સિતારમણજી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.