પાલનપુર ગુરુનાનક ચોક ખાતે ઝારખંડના કોંગ્રેસી સાંસદ ધીરજ શાહુ પાસેથી પકડાયેલ ૨૦૦ કરોડથી વધુ ભ્રષ્ટાચારની રકમના સંદર્ભમાં પ્લે કાર્ડ અને બેનરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો.
કોંગ્રેસે તેના શાસન દરમિયાન દેશને લૂંટીને, દેશના અર્થતંત્રને ખોખલું કરીને દેશને અનેક વર્ષો પાછળ ધકેલ્યો – શ્રી અનિકેતભાઈ ઠાકર
આજે બનાસકાંઠા જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાના માર્ગદર્શન મુજબ પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતમાં પાલનપુર ગુરુનાનક ચોક ખાતે ઝારખંડના કોંગ્રેસી સાંસદ ધીરજ શાહુ પાસેથી પકડાયેલ ૨૦૦ કરોડથી વધુ ભ્રષ્ટાચારની રકમના સંદર્ભમાં પ્લે કાર્ડ અને બેનરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ મંત્રી અમીશપુરી ગૌસ્વામી, તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પાળજા, શહેર પ્રમુખ દલપતભાઈ બારોટ, મહામંત્રી અતુલભાઈ જોશી, પ્રશાંતભાઈ ગોહિલ, દેવેન્દ્રભાઈ રાવલ, હસમુખભાઈ પઢીયાર, જીગરભાઈ માળી, મનોજભાઈ રાવલ સહીત સંગઠનના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતા ભાજપ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાન્ત મંડોરાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે હતું કે તાજેતરમાં કોંગ્રેસના ઝારખંડના સાંસદ ધીરજ શાહુ પાસેથી ૨૦૦ કરોડથી વધુ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે તે અંગે માનનીય ધારાસભ્યશ્રી અનિકેતભાઈએ વિરોધ સાથે જણાવ્યું હતું કે કોંગ્રેસના આ સાંસદના અનેક બિઝનેસ ગ્રુપ તેમજ તેમનો સમગ્ર શાહુ પરિવાર આ સમગ્ર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ છે એક તરફ કોંગ્રેસ સહિતના દેશને લૂંટનારા લોકોનું ઘમંડી ગઠબંધન અને ભ્રષ્ટાચાર આચરવાની અને કમિશન લૂંટની ગેરંટી છે અને બીજી બાજુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગરીબો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ નાગરિકોના જીવન સુખી અને સમૃદ્ધ બન્યા છે.કોંગ્રેસે તેના શાસન દરમિયાન ગરીબો, વંચિતો, ખેડૂતો તેમજ દેશના નાગરિકોને લૂંટવાનું કામ જ કર્યું છે દેશના અર્થતંત્રને ખોખલું કરીને દેશને અનેક વર્ષો પાછળ ધકેલી દીધો છે. તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના મળતીયાઓએ 550 કરોડનું મનરેગા કૌભાંડ કોલસાની ફાળવણી કૌભાંડ, ૧૫૦૦ કરોડનું ખાણ ખનીજ ખોદકામ કૌભાંડ, તેમજ 1500 કરોડનું ગ્રામીણ વિકાસ કૌભાંડ, 3000 કરોડનું જમીન કૌભાંડ, 1500 કરોડ દારૂ કૌભાંડ,સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ, કોમન વેલ્થ ગેમ્સ કૌભાંડ જેવા ગણ્યા ગણાય નહીં તેવા કૌભાંડોની હારમાળા સર્જીને દેશને ઉધઈની જેમ કોરી ખાધો છે.