બનાસકાંઠા-પાટણની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુરમાં યોજાયો

BJP GUJARAT NEWS

બનાસકાંઠા-પાટણની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુરમાં યોજાયો

બે જિલ્લાના 174 નગર સેવકોએ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો

પાલનપુર,
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુર ખાતે યોજવામાં આવેલ હતો આ પ્રશિક્ષણ વર્ગમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી કિર્તીસિંહ વાઘેલા, બનાસકાંઠા સંસદશ્રી પરબતભાઇ પટેલ, પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, પ્રદેશ સહ પ્રવક્તાશ્રી કિશોરભાઈ મકવાણા, પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ રાણાભાઇ દેસાઈએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો.

ભાજપ પ્રમુખશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભારતીય જનતાપાર્ટી રાષ્ટ્રીય યોજના મુજબ ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુર ખાતે યોજવામાં આવેલ હતો આ પ્રશિક્ષણ વર્ગમાં ચૂંટાયેલા 174 જન પ્રતિનિધિઓને પ્રશિક્ષણ આપવામાં આવશે અમારા પ્રશિક્ષિત કરાયેલા કાર્યકર્તાઓ જાહેર જીવનની અંદર એક અલગ મિશનથી કામ કરેછે રાષ્ટ્ર અને રાષ્ટ્રની પ્રજાને સમર્પિત થઇ કામ કરે છે. અમારી પાર્ટીની પ્રાથમિકતા પ્રથમ દેશ બીજી પાર્ટી અને છેલ્લે પોતાનું વિચાર કરતા કાર્યકરો છે પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રને પ્રથમ સમર્પિત છે.

આ પ્રશિક્ષણ વર્ગમાં મુખ્ય વક્તા પૂર્વ પ્રદેશ મહામંત્ર શ્રી કે. સી. પટેલ, ડીસા ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ માળી, પૂર્વ ગુડાના ચેરમેનશ્રી આશિષભાઈ દવે, પ્રદેશ સહ પ્રવક્તાશ્રી કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ રહ્યો છે તેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓ ના 174 નગર સેવકોનો આજે પ્રશિક્ષણ વર્ગમાં જોડાયા છે. જેમાં તમામ નગર સેવકો પ્રશિક્ષિત થઇ પોતાના વિસ્તારમાં પ્રજા લક્ષી કાર્યોને પ્રથમ પ્રાથમિકતા આપી રાષ્ટ્રને સમર્પિત કામ કરશે. વક્તાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણ કારી યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં ઉપરોક્ત આગેવાની સહીત વર્ગ ઇન્ચાર્જ રાણાભાઇ દેસાઈ અને સંયોજક દિનેશભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, મંત્રી અમીશપુરી ગૌસ્વામી, રાષ્ટ્રીય કિસાન મોરચા સભ્ય ફલજીભાઈ ચૌધરી, શહેર પ્રમુખ દલપતભાઈ બારોટ, મહામંત્રી અતુલભાઈ જોશી, પ્રશાંતભાઈ ગોહિલ સહીત બનાસકાંઠા અને પાટણના ચૂંટાયેલા નગરસેવકો હાજર રહ્યા હતા. યોજાયેલા વર્ગ અંગે જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાન્ત મંડોરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *