ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની રાષ્ટ્રવાદી નીતી અને દેશમાં થતા વિકાસના કાર્યો તેમજ ગુજરાતમાં તેમના માર્ગદર્શનમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના વિકાસના કાર્યોથી પ્રેરાઇને આજે વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો જેમાં બે પુર્વ ધારાસભ્ય સહિત પુર્વ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આજે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભરતભાઇ બોઘરાએ પ્રાસંગીક સંબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ગુજરાત આખા દેશને મોડલ તરીકે પ્રસ્થાપિત કરીને માર્ગદર્શન આપી રહ્યું છે તેમાં ગુજરાતનો કોઇ પણ વ્યકિત હોઇ શકે. આજે દેશને ગુજરાત માર્ગદર્શન આપી શકે તેવું વાતાવરણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે બનાવ્યું છે. આજે વિદેશમાં રહેતા લોકો ભારતમાં આવે છે ત્યારે ગુજરાતના વિકાસથી અંજાઇ જાય છે. વિકસીત દેશને તેમના ઇન્ફાસ્ટ્રકચર વિકાસાવતા વર્ષો લાગ્યા છે પણ આપણે પાછલા દસ વર્ષનો જે વિકાસ જોયો છે તે અદભૂત છે. દેશને દસ વર્ષના નાના સમયમાં વિદેશના દેશો સાથે સ્પર્ઘામાં લાવી શકવો તે કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ કરી શકે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, ચૂંટણી આવે એટલે અન્ય રાજકીય પાર્ટીઓ મત મેળવવા માટે વચનો આપે છે પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ચૂંટણીમાં આપેલા દરેક વચનો પુર્ણ કર્યા છે. આજદિન સુધી ભાજપા સિવાય દુનિયામાં કોઇ એવી પાર્ટી નથી કે પાર્ટીએ આપેલા વચનો પુર્ણ કર્યા હોય. પાર્ટીએ આપેલા વચનો પુર્ણ થયા છે એટલે જ આજે આખો દેશ મોદીની ગેરંટી પર વિશ્વાસ રાખે છે. રામ મંદિરના નિર્માણમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશને એક તાંતણે બાંધ્યો છે. શ્રી મોદી સાહેબે રામ ભગવાન માટે રાજાને શોભે તેવું ભવ્ય મંદિર બનાવ્યું છે. પહેલા આપ સૌ જુદી જુદી પાર્ટીના કાર્યકર હતા અને તમે જોયુ છે કે ગુજરાત અને દેશ માટે જો કોઇ સેવાકીય કાર્ય કરવું હોય તો તે નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં જોડાઇ જવાથી જ પુર્ણ કરી શકાશે એટલે આપ સૌ જોડાયા છો, આપ સૌનું હ્રદયથી સ્વાગત છે. મહિલાઓને વિઘાનસભા અને લોકસભામાં આજે મોદી સાહેબે 33 ટકા અનામત અપાવ્યું છે. આજે દેશમાંથી મોટી સંખ્યામાં લોકો ગરિબિ રેખાથી બહાર આવ્યા છે તેનો સફળ પ્રયાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યો છે.
શ્રી ભરતભાઇએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિશ્વની મહાસત્તા બનશે. દેશની જનતાએ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને હ્રદયમાં સ્થાન આપ્યું છે. આજે અંહી આપ વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં જોડાયા છો ત્યારે આપ સૌને અભિનંદન કે આપ રામ રાજયના અભિયાનમાં એક સૈનિક તરીકે મદદ કરવા આવ્યા છો. મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપે આપેલા તમામ વચનો પુર્ણ કર્યા છે અને આજે એક નવા ભારતની રચના થઇ રહી છે. મોદી સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનો સંકલ્પ આપણને આપ્યો છે. નવા ભારતના નિર્માણમાં, અયોધ્યમા ભગવાનશ્રી રામની પધારામણીમાં ભારતને મજબૂત કરવા બે ગુજરાતી શ્રી મોદી સાહેબ અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે. મોદી સાહેબનું સ્વપ્ન છે કે દેશનો ગરીબ,વચિંત શોષિત વ્યકિત વિકાસની ઘારા સાથે સંકળાયેલો રહે.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ભરતભાઇ બોઘરા, વિઘાનસભાના ઉપદંડકશ્રી જગદીશભાઇ મકવાણા, પ્રદેશના સહ પ્રવકતાશ્રી જયરાજસિંહ પરમાર, શ્રી પપ્પુભાઇ પાઠક, શ્રી હિમાંશુભાઇ પટેલ, વિવિધ જિલ્લાના પ્રમુખશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.