ભાજપા સદસ્યતા અભિયાન-૨૦૨૪ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સહકાર સંમેલન યોજાયું.

BJP GUJARAT NEWS

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભાજપા સદસ્યતા અભિયાન-૨૦૨૪ અંતર્ગત આજરોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ટાઉનહોલ, સે.૧૭ ગાંધીનગર ખાતે પ્રદેશ સહકાર સેલ દ્વારા સહકાર સંમેલન યોજાયું હતું જેમાં રાજ્યભરની વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ તકે સંબોધન કરતા જણાવ્યું હતું કે, કાર્યકર્તા જ ભાજપનો પાયો છે, રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે કામ કરતા કાર્યકર્તા થકી જ ભાજપા દેશ અને દુનિયામાં સૌથી મોટી રાજકીય પક્ષ બન્યો છે. ભાજપા જ એક એવો રાજકીય પક્ષ છે કે જેમાં સામાન્ય કાર્યકર્તા દેશના ત્રણ ત્રણ વખત પ્રધાનમંત્રી બની શકે છે, શ્રી નરેન્દ્રભાઇ મોદી તેનું જીવંત ઉદાહરણ છે. વર્ષોથી ભાજપાએ સહકાર ક્ષેત્રમાં સહકારિતા સાથે કાર્ય કર્યું છે. આપણે સૌએ વિના સહકાર, નહી ઉદ્ધાર સૂત્ર સાથે કાર્ય કરવાનું છે. સહકાર ક્ષેત્ર સીધું જનતા સાથે જોડાયેલું ક્ષેત્ર છે અને વિવિધ સહકારી સંસ્થાઓમાં ભાજપાના આગેવાનો કાર્ય કરી રહ્યા છે ત્યારે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો અને પ્રતિનિધિઓ મહત્તમ લોકોને ભાજપના સદસ્ય બનાવી સહકાર ક્ષેત્ર થકી ૧ કરોડ લોકોને ભાજપના સભ્ય બનાવવા કાર્યરત રહે.

શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દૂરંદેશી નેતૃત્વ સાથે આવતીકાલની પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યના આયોજન સાથે પાણી, રીન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી, પર્યાવરણ સંવર્ધન સહિતની બાબતો પર ભાર મૂકી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ સહકાર થી સમૃદ્ધિ મંત્ર સાથે સહકાર ક્ષેત્રને મજબૂત કરી રહ્યા છે. આપણાં સૌ સહિયારા પ્રયાસો કરીશું તો વિકસિત ગુજરાત થકી ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનો શ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ સાકાર થશે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું સહકારી ક્ષેત્ર સંગઠિત અને પારદર્શી વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. આજે મોટા અંશે સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓમાં ભાજપાની વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને આગેવાનો જવાબદારી નિભાવી રહ્યા છે તે વાતનો આનંદ છે. સહકાર ક્ષેત્રમાં સુપેરે વહીવટ થવાથી ક્ષેત્રની વિશ્વસનીયતા વધી છે અને તેનો સીધો ફાયદો જનતાને મળી રહ્યો છે. આજે સહકારી ક્ષેત્રની બેંકોમાં ડિપોઝિટ વધી રહી છે જે પારદર્શક વહીવટથી જ શક્ય બન્યું છે, આ માટે સૌને અભિનંદન પાઠવું છું.

શ્રી સી. આર. પાટીલે સૌને ભાજપાના સદસ્યતા અભિયાનમાં સહભાગી થઈ વધુ ને વધુ નાગરિકોને ભાજપાના સદસ્ય બનાવી ગુજરાતમાથી રેકોર્ડબ્રેક નોંધણી થાય તે માટે કાર્ય કરવા આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિશ્વસનીયતા, દૂરંદેશીતા, પડકાર ઝીલી આગળ વધવાની તાકાત સામે દૂર દૂર સુધી સ્પર્ધામાં કોઈ નથી. દેશ જ્યારે ગુજરાતને મોડલ તરીકે જોતો હોય ત્યારે સદસ્યતા અભિયાનમાં પણ આપણે અગ્રેસર રહેવાનું છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે મુખ્યમંત્રી હતાં ત્યારે તેઓએ તનતોડ મહેનત થકી ગુજરાતના સહકારી માળખાને મજબૂતાઇ આપી હતી, હાલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે તે સમયે સહકારી સંસ્થાઓમાં જવાબદારી નિભાવી અને તે બહોળા અનુભવથી તેઓ આજે દેશના સહકાર વિભાગના મંત્રી તરીકે સહકાર ક્ષેત્રે વધુ સહજતા, સરળતા આવે તે માટે સતત પરિણામલક્ષી કામગીરી કરી રહ્યા છે. સહકારી સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહકાર નો વિચાર ઉમદા પરિણામ મેળવવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે.

શ્રી પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઈ શાહે ગુજરાતની શુગર ફેકટરીઓને ટેક્ષના ભારણમાથી મુક્તિ અપાવવા સક્રિય ભૂમિકા ભજવી જેના દૂરોગામી સકારાત્મક પરિણામ ગુજરાતના સહકાર ક્ષેત્રમાં જોવા મળશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના રૂપમાં સતત ત્રીજી વખત દેશને ગુજરાતથી પ્રધાનમંત્રી મળ્યા છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૦૪૭માં વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે ભાજપનું વ્યાપક અને મજબૂત સંગઠન પણ તે માટે મજબૂતાઈથી કાર્ય કરશે. આ ઉપરાંત શ્રી પાટીલે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘કેચ ધી રેન‘ સુત્રને ચરિતાર્થ કરવા રાજ્ય અને દેશમાં જળસંચય માટે થઈ રહેલ પ્રગતિ અંગે ચિતાર રજૂ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, શ્રી વિનોદ ચાવડા, સદસ્યતા અભિયાનનાં ઇન્ચાર્જ શ્રી કે. સી. પટેલ, સહકાર સેલના સંયોજકશ્રી બિપીનભાઈ પટેલ (ગોતા), અગ્રણીશ્રીઓ, વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *