ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, કેન્દ્રીય બજેટ 2026-27 પૂર્વે આજે પ્રદેશ ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રિ-બજેટ વર્કશોપ યોજાઈ ગયો હતો. આ વર્કશોપમાં ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના પુર્વ અધ્યક્ષશ્રી અનિકેતભાઇ તલાટી અને જાણીતા આર્થિક વિશેષજ્ઞશ્રી બિરેનભાઇ વકિલ વિષય નિષ્ણાંત તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપા કેન્દ્રિય બજેટ જનજાગરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઇ વકીલ તેમજ સ્વાગત પ્રવચન પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના ધ્યેયમંત્ર સાથે અનેક બદલાવો કરવામાં આવ્યા છે. ભાજપાના વિઝનરી નેતૃત્વ અને દેશની પોલિટિકલ સ્ટેબિલિટીના પરિણામે વૈશ્વિક કક્ષાએ તમામ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં પહોંચી રહ્યો છે. જ્યારે કોંગ્રેસના સમયમાં ઇકોનોમી ફેલ્યોર, પોલીસી પેરાલીસીસ અને પોલિટિકલ ઇન્સ્ટેબલિટીથી દેશ ગ્રસિત હતો. 2014માં દેશ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 11 માં ક્રમાંકે હતો તે આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ દેશ 142 માં ક્રમાંકેથી ૬૩માં ક્રમાંકે સ્થાપિત થયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં રિયુઝ, રીડયુસ અને રિસાયકલની પોલીસી સાથે દેશના વિકાસમાં ખૂબ મોટા પરિવર્તનો આકાર લઈ રહ્યા છે.
શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આદરણીય મોદીજીની સરકારે ભારતના આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક સુરક્ષા પણ સુનિશ્ચિત કરી છે. આયુષ્યમાન ભારત યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય નિર્માણ, તેમજ ડીબીટીના માધ્યમથી લાભાર્થીને સીધો લાભ તથા કિસાન સન્માન નિધિ યોજનાના માધ્યમથી 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર પોલિસીને અમલમાં લાવીને કરોડો ગરીબોને આરોગ્યનું સુરક્ષા કવચ પ્રદાન કર્યું છે. આજે દેશમાં મેડિકલ સીટમાં 1 લાખથી વધુ સીટોનો વધારો થયો છે. તેઓએ કહ્યું કે તાજેતરમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી ટ્રેડ ડીલની મદદથી ભારતનું એક્સપોર્ટ વધશે તેમજ મેક ઇન ઇન્ડિયાને પણ ખૂબ જ બળ મળશે. આ ટ્રેડ ડીલના પરિણામે કાપડ, ચામડું, જેમ્સ જ્વેલરી, સર્વિસ સેક્ટર, એન્જિનિયરિંગ, સેમિકન્ડક્ટર અને ડિફેન્સ ક્ષેત્રે ખૂબ મોટા સકારાત્મક પરિણામો મળશે. કેન્દ્રની ભાજપા સરકારની ગ્રીન રીન્યુબલ એનર્જી પોલિસી થી ભારતની બ્રાઉન ઇકોનોમી ઉપરની નિર્ભરતામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે એગ્રીકલ્ચર અને રૂરલ ઇકોનોમિક ક્ષેત્રે પણ ખૂબ મોટા બદલાવ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડિફેન્સ, સ્પેસ, ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમીમાં સકારાત્મક પરિવર્તનો થઈ રહ્યા છે, જેના પરિણામે અનેક રોજગારની તકો સર્જાઇ છે. ડિજિટલ અને સર્વિસ ઇકોનોમિક ક્ષેત્રે યુપીઆઇ, ડિજિટલ પેમેન્ટ તેમજ ડીબીટીના માધ્યમથી કરોડો રૂપિયા લાભાર્થીને સીધા તેના એકાઉન્ટમાં મળી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક ઇકોનોમીના પરિવર્તન લાવવા માટે પીએમ ગતિ શક્તિ યોજના થકી રેલવે માર્ગ, હવાઇ, સમુદ્ર, નદી માર્ગો તેમજ લોજિસ્ટિક અને અન્ય માધ્યમોના એકીકૃત અને મલ્ટીમોડલ કનેક્ટિવિટી મજબૂત બનાવવામાં આવી છે. આજે ભારત તમામ ક્ષેત્રે વિશ્વને ટક્કર આપી રહ્યું છે.
શ્રી વિશ્વકર્માએ મહિલા સશક્તિકરણ અંગેના પગલાઓ વિશે પ્રકાશ પાડતા કહ્યું હતું કે મેટરનીટી લીવમાં પણ 12 વીક માંથી વધારો કરીને 26 વીક કરવામાં આવ્યા છે. તમામ સર્વિસ સેક્ટરમાં મહિલાઓને પ્રાધાન્ય અને પ્રોત્સાહન મળે તે દિશામાં ખૂબ નક્કર કામગીરી થઈ રહી છે. તેઓએ કહ્યું હતું કે પીએમ મુદ્રા યોજના અંતર્ગત ગુજરાતમાં 1.29 લાખ કરોડની લોન આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વનિધિ યોજના અંતર્ગત પાંચ લાખ લોકોને આર્થિક સહાય કરવામાં આવી છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં ૮ લાખથી વધુને તેમજ દેશમાં ચાર કરોડ લોકોને પોતાનું ઘર મળ્યું છે. તેઓએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં પણ સહકાર ક્ષેત્રે અનેક પહેલ કરવામાં આવી છે ગામોમાં પેકસ સહિતના પ્રકલ્પોથી સુવિધાઓ લોકોના ડોર સ્ટેપ પર ઉપલબ્ધ બની છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં નાગરિકોનો સમય બચે સુગમતાથી કામ થાય તે દિશામાં કાર્ય થઈ રહ્યા છે. તેઓએ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થનાર કેન્દ્રિય બજેટમાં જાહેર થનાર વિવિધ પ્રજાલક્ષી નિર્ણયોની સાચી માહિતી જમીની સ્તરે પહોંચાડવા આહ્વાન કર્યુ હતું
ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના પુર્વ અધ્યક્ષશ્રી અનિકેતભાઇ તલાટી અને જાણીતા આર્થિક વિશેષજ્ઞશ્રી બિરેનભાઇ વકિલે પ્રેઝન્ટેશન થકી ૨૦૧૪ થી ૨૦૨૫ છેલ્લા ૧૧ વર્ષમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં વિવિધ ક્ષેત્રે થયેલા ઐતિહાસિક રીફોમૅસ અને તેના સકારાત્મક પરિણામો તથા વૈશ્વિક પરિપેક્ષ્યમાં ભારતની આગળ વધતી અર્થવ્યવસ્થા સહિતના વિષયો અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. આ બંને મહાનુભાવોએ ૨૦૧૪માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રધાનમંત્રીશ્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ આર્થિક ક્ષેત્રે પોલિસી પેરાલિસસ થી પોલિસી પરફોર્મન્સ તરફ શિફ્ટ થયેલ પેરિડાઈમ અંગે પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગીફટ સિટીમાં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર બનવાની સાથે દેશનું પ્રતિષ્ઠિત ફાઇનાન્શિયલ હબ સ્થાપિત થયું છે જે ગુજરાતની સાથે દેશના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપશે.
શ્રી તલાટી અને વકીલે ૨૦૧૪ બાદ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ઇન્કમટેક્સ, જીએસટી, કોર્પોરેટ અને આઇબીસી, ફાઇનાન્સ ક્ષેત્રના રોફોર્મ્સ, ડિફેન્સ સંશાધનો નિર્માણમાં આત્મ નિર્ભરતા, પીએલઆઈ સ્કીમ તેમજ આર્થિક સુધારાઓ માટે પોલિસીઓમાં પરિવર્તન સહિતના વિષયો પર થયેલ ઐતિહાસિક કામગીરી અંગે માહિતીસભર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
આ પ્રિ-બજેટ વર્કશોપમાં પ્રદેશ મહામંત્રીશ્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, વર્કશોપના ઇન્ચાર્જશ્રી જૈનિકભાઈ વકીલ, ચાર્ટડ એકાઉ્ટન્ટસ તથા આર્થિક વિષયના નિષ્ણાંતો, પ્રદેશ ભાજપા પદાધિકારીઓ, ભાજપા આગેવાનશ્રીઓ અને અપેક્ષિત પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
