ભારતમાં બનેલ પ્રથમ ઘટના કે જેમાં 100 દિવસના બાળકના મૃત્યુ બાદ તેનું અંગદાન કરવામાં આવ્યું તથા બીજા કિસ્સામાં 116 દિવસના બાળકના અંગોનું પ્રત્યારપણ કરવામાં આવ્યું.
સમગ્ર વિશ્વમાં આ બીજી ઘટના છે તથા ભારતમાં સર્વપ્રથમ વાર આવા નાના ભૂલકાઓના અંગોનું પ્રત્યારપણ કરવામાં આવ્યું જે બંને બાળકોના પરિવારોની સુરત ખાતે આજરોજ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી દ્વારા મુલાકાત લઈ તેઓને પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,શહેર મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.