ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતમા દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. ભારતના બંઘારણમાં સૌથી મોટુ યોગદાન ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીનુ રહ્યુ છે. બંધારણ દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંવિઘાન દિવસની ભવ્ય ઉજવણી પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજી પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ અનુસુચિત જાતિ મોરચાના કાર્યક્રતાઓની ની ઉપસ્થિતિમાં યોજાઇ. આજના દિવસે રાજયભરમાં જીલ્લા-મહાનગર ખાતે અનુ.મોરચાના કાર્યર્તાઓ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાજંલી તેમજ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજીએ જણાવ્યું હતું કે, સંવિઘાન ભારતની આત્મા છે,સંવિધાન ભારતની લોકશાહી વ્યવસ્થાનો આધારસ્તંભ છે. ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાથી મુક્ત થઇ દુનિયાની મોટી લોકશાહી ધરાવતો દેશ બન્યો હતો. ભારતમા રહેતા નાગરિકો, ગરીબો, પીડિતો, વંચિત,શોષિતોને બંઘારણીય અધિકાર મળે તે માટે ડો.બાબા સાહેબ આંબેડકરજીના માર્ગદર્શનમા સંવિઘાનની રચના થઇ હતી. રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે સંવિધાન દિવસે પદયાત્રા યોજી હતી. ડો.બાબાસાહેબ આંબેડકરજી દ્વારા તૈયાર થયેલુ સંવિધાન ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા પુજનીય છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગર ખાતે હાથીની અંબાડી ઉપર થી યાત્રા યોજી હતી. આપણે સૌ સંવિધાનનું સન્માન કરીએ અને સંવિધાનને લોકશાહીની આત્મા સમજીને સતત ધબતકતુ રહે તે માટે પ્રયાસ કરીએ અને સંવિધાન દિવસની જનતાજનાર્દન અને મીડિયાકર્મીઓને શુભેચ્છા.