ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તાજેતરમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી રતિલાલ બોરીસાગરજી સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ નારણપુરા સ્થિત તેઓના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી. પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે શ્રી રતિલાલ બોરીસાગરજીએ અનેક વર્ષોથી આપેલા બહુમૂલ્ય યોગદાન તેમજ રોજબરોજની ઘટનાઓમાંથી હાસ્ય નિષ્પન્ન કરવામાં તેઓની નિપુણતાને બિરદાવી હદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતાં. શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રી રતિલાલ બોરીસાગરજીના પરિવારના સભ્યો સાથે આત્મીય સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ ભાજપા મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, કર્ણાવતી મહાનગર ભાજપાના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, ધારાસભ્યશ્રી જીતુભાઈ ભગત સહિત સ્થાનિક ભાજપા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
