ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ વાળી કેન્દ્ર સકકારને 9 વર્ષ પુર્ણ થતા લોકલભાની તમામ બેઠકો પર સરકાર દ્વારા સેવા, સુશાસન, ગરિબ કલ્યાણ, ખેડૂતો, યુવાનો,મહિલાઓ માટે કરવામાં આવેલા તમામ કામોની માહિતી જન જન સુઘી પહોંચાડવામાં આવી રહી છે તે અંતર્ગત આજે ભાવનગર લોકસભા ખાતે સરકારના કાર્યોનો હિસાબ આપવા માટે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયાજીની ઉપસ્થિતિમાં જાહેરસભા યોજાઇ હતી.
કેન્દ્રીયમંત્રીશ્રી સંતોષજી ગંગવારજીએ જાહેરસભાને સંબોધન કરતા જણાવ્યું કે, 2014માં દેશમાં જે પરિવર્તન આવ્યું છે તેને દેશની દિશા બદલી છે અને તેનો શ્રેય દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબેને જાય છે. આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે. આજે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અન્ય દેશોમાં જાય છે ત્યારે એક વિશેષ માનસન્માન આપે છે તે જ આપણા દેશનું ગૌરવ છે. ગુજરાતે દેશને વિકાસની દિશા આપી છે. દેશમાં યોગી અને મોદીની જોડી જે રીતે કામ કરી રહી છે તેને જોઇ દેશભરના લોકો તેમના વખાણ કરી રહ્યા છે. આવનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક બેઠકો સાથે જીતી સ્થિર સરકાર મળે તે માટે પ્રયત્ન કરજો.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, ભાજપનો કાર્યકર કોઇ પણ પરિસ્થિતિમાં ડગી જતો નથી. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે અનેક વિકાસના કામો કર્યા પછી પ્રધાનસેવક બન્યા પછી વિકાસના કામો કરતા રહ્યા છે તેના કારણે આજે વિકાસ પુરુષ તરીકેનું બીરુદ મળ્યું છે. ગુજરાતનું વિકાસ મોડલ જોઇ દેશના લોકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને દેશની જવાબદારી આપી છે અને આજે 9 વર્ષ પછી દેશની જનતાને તેમના કામનો હિસાબ આપી રહ્યા છે. આજ દિન સુધી કોઈ વડાપ્રધાને તેમના કાર્યોનો હિસાબ જનતાને આપ્યો નથી પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશની જનતાને તેમના કાર્યોનો હિસાબ આપી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક સેકટરને લાભ થાય તે રીતે યોજનાઓ બનાવી છે. મોદી સાહેબે વડાપ્રધાન બન્યા પછી ગામડામાં શૌચાલય બનાવ્યા અને મહિલાઓને ધૂમાડા યુકત ચૂલાથી મુક્તિ આપી ગેસ સિલિન્ડર મળે તેની વ્યવસ્થા કરી છે. કોંગ્રેસની સરકારમાં દેશના ખેડૂતોના હિતમાં કોઇ મોટી યોજના બનાવી જ નથી પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સિઘા રૂપિયા ખાતામાં જમા કરાવે છે અને ખેડૂતોને ખાતર સરળતાથી મળે તે માટે ચાર મોટી ફેકટરીઓ ચાલુ કરાવી અને વ્યાજબી ભાવે ખાતર મળી રહે છે. ખાતરના ભાવ આજે સમગ્ર દુનિયામાં વધ્યા છે પરંતુ ભારતમાં શ્રી મોદી સાહેબે ખાતરના ભાવ વધવા દિધા નથી.આજે ખેડૂતોને નેનો યુરિયા મળે તે માટે કામ કર્યુ છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, કોરોના જેવી મહામારીમાં દેશને સુરક્ષીત રાખવાનું કામ કર્યુ છે કોંગ્રેસની સરકારમાં કોઇ મહામારી આવે તો તેની રસી આવતા વર્ષો લાગતા પરંતુ મોદી સાહેબના નેતૃત્વ વાળી ભાજપ સરકારે દેશને એક નહી બે–બે રસી આપી અને તે પણ વિનામુલ્યે આપી છે.દેશમાં ગરિબ વ્યકિતનું ભૂખ મરાથી મોત ન થાય તે માટે 80 કરોડ લોકોને ફ્રીમાં 2.5 વર્ષ સુધી અનાજ આપવાની વ્યવસ્થા કરી છે. મોદી સાહેબે દેશને આત્મનિર્ભર ભારત બનાવવાની દિશા આપી છે તેના પરિણામે આજે દેશનો કોરોનાની રસી, સેનાના સાઘનો,મોબાઇલ ફોન, સહિત ટેકનોલોજીના સાઘનો આજે ભારતમાં બની રહ્યા છે. આજે આપણે સેનાના 70 ટકા જેટલા શસ્ત્રો આપણા દેશમાં બને છે. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી દેશને આંતરિક અને બાહ્ય સુરક્ષા આપી છે આજે દુશ્મન દેશ અને આંતકીઓ દેશની સરહદમાં ધૂસે તો ત્યાજ ઠાર કરી દેવાના સમાચાર આવે છે. મોદી સાહેબે દેશને જે જે પણ વચનો આપ્યા છે તે પુર્ણ કર્યા છે અને એટલે જ દેશના લોકોની અપેક્ષા વધતી જાય છે. મોદી સાહેબે દેશના અનેક પ્રવાસન અને ધાર્મિક સ્થળોનો વિકાસ કર્યો છે સોમનાથ મંદિરેને પણ સોનાથી મઠવાનું કામ પુરુ કર્યુ છે. દેશમાં ફરી એક વાર મોદી સરકાર 400 પાર બેઠકો સાથે બને અને ગુજરાતમાં દરેક ઉમેદવાર પાંચ લાખથી વધુ મતોથી જીતે તે માટે પ્રયત્ન કરવાનો છે. દેશના આવનાર ભાવી માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે.
જાહેરસભામાં શ્રી ગોરધનભાઇ ઝડફીયાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં વર્ષ 2014થી દેશના ઇતિહાસમાં એક નવો અધ્યાય ભારતમાં શરૂ થયો છે. ઇગ્લેન્ડના સમાચાર એશિયને પણ 18 મે 2014 અહેવાલ લખ્યો હતો કે ભારતમાં સાચા અર્થમાં અંગ્રેજોનું સાશન નાબુદ થયું. 2014 થી 9 વર્ષનો સમયમા ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જ્યારે વિદેશ પ્રવાસે જતા ત્યારે કોંગ્રસના લોકો કહેતા કે વડાપ્રધાનશ્રી “કુછ તો દિન ગુજારો ભારતમે”… પરંતુ કોંગ્રેસે વિદેશમાં અન્યો દેશો સાથે સબંધ વિકસાવ્યા નોહતા.ગુજરાતે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જેવું નેતૃત્વ દેશ અને દુનિયાને આપ્યું છે તેનું આપણને ગૌરવ છે. વર્ષ 2024ની ચૂંટણી ભાજપની નથી ભારતની છે.
જાહેરસભામાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરધનભાઈ ઝડફિયા,શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી સંતોષજી ગંગવારજી, સાંસદ તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ,રાજ્ય સરકારના મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી,ધારાસભ્યશ્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી,શ્રી શંભુપ્રસાદજી ટુંડીયા,શ્રી શીવાભાઈ ગોહિલ,શ્રી કેશુભાઈ નાકરાણી,શ્રી ભીખાભાઈ બારૈયા,શ્રીમતી સેજલબેન પંડ્યા,ગૌત્તમભાઈ ચૌહાણ,પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ આહીર,ભાવનગર શહેર પ્રમુખશ્રી અભેયસિંહ ચૌહાણ, ભાવનગર જીલ્લા પ્રમુખશ્રી આર.સી.મકવાણા,બોટાદ જીલ્લા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ,ભાવનગર શહેરના મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધરીયા,ભાવનગર જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ,બોટાદ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી તેમજ પદાધિકારીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.