મન કી બાત’ કાર્યક્રમના ૧૨૭ માં એપિસોડને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ ગાંધીનગર ખાતે કાર્યક્રમ સાંભળ્યો

BJP GUJARAT NEWS અમદાવાદ

દેશના લોકપ્રિય અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસંવાદ કાર્યક્રમ ‘મન કી બાત’ કાર્યક્રમના ૧૨૭ માં એપિસોડને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ ગાંધીનગરમાં સેકટર ૧૩ સ્થિત લિંબચ ધામ ખાતે નિહાળ્યો હતો. શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ લિંબચ માતાના મંદિરે પૂજા અર્ચના કરી હતી.

આ પ્રસંગે પ્રદેશ મીડિયા સંયોજક ડૉ. યજ્ઞેશ દવે, પ્રદેશ સોશીયલ મીડિયા સંયોજક મનન દાણી, ગાંધીનગર મહાનગર ભાજપા પ્રમુખ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, વિવિધ સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *