મહિસાગર જીલ્લાના ભાજપના પુર્વ પ્રમુખ અને બાલાસિનોરથી આમ આદમી પાર્ટીના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ભાજપમાં જોડાયા

અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના કર્મઠ પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની રાષ્ટ્ર અને વિકાસની વિચારધારથી ભારતીય જનતા પાર્ટી દિવસેને દિવસે મજબૂત થઇ રહી છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીના કાર્યકરો વિકાસના કામને વેગ આપવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજે મહિસાગર જીલ્લાના ભાજપના પુર્વ પ્રમુખશ્રી જે.પી પટેલ તેમજ બાલાસિનોરથી આમ આદમી પાર્ટીના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ઉદયસિંહ ચૌહાણ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી આમ આમદમી પાર્ટીથી શ્રી ઉદયસિંહ ચૌહાણ સહિત તેમના સમર્થકોએ છેડો ફાડયો.

આ કાર્યક્રમમાં શ્રી જે.પી.પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે મારી સાથે લુણાવાડા વિઘાનસભાના 500 કાર્યકર્તાઓ જેમાં તાલુકા પંચાયતના સભ્યો,કોર્પોરેટર,સંગઠનના હોદેદારોએ ભાજપમા પુન: પ્રવેશ મેળવ્યો છે. ભાજપમાં હું 30 વર્ષથી સૈનિક હતો અને છું, આગામી લોકસભામાંની ચૂંટણીમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર વિશ્વાસ મુકીને અમારા કાર્યકરો ચૂંટણીની કામગીરમા લાગી જશે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ન માત્ર આપણા પરંતુ વિશ્વના નેતા છે તેમની સાથે કામ કરવાનું અમારુ ગૌરવ છે. પાર્ટીના નેતાશ્રીઓ અને કાર્યકરોએ અમને પ્રવેશ આપ્યો તે બદલ આભાર વ્યકત કરુ છું.

શ્રી ઉદયસિંહ ચૌહાણએ જણાવ્યું કે,દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની વિકાસની રાજનીતીથી પ્રેરાઇ આજે હું ભાજપમાં જોડાયો છું. હું પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલો છું. પરંતુ કોઇક કારણો સર પાર્ટી છોડી હતી. આગામી સમયમાં પંચમહાલ લોકસભાની સીટ ભાજપ સૌથી વધુ મતોથી જીતે તે માટે પ્રયાસ કરીશું.

આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરઘનભાઇ ઝડફીયા શ્રી જયંતીભાઇ કવાડીયા, મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, સાંસદશ્રીઓ શ્રી રતનસિંહ રાઠોડ, શ્રી જશવંતસિંહ ભાભોર, જીલ્લા પ્રમુખશ્રી દશરથસિંહ બારિયા, ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *